MORBI મોરબી સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
MORBI મોરબી સંત શ્રી વેલનાથ બાપુની ભવ્ય શોભાયાત્રાનું આયોજન
આગામી ૧૨ એપ્રિલ શનિવારના રોજ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ધર્મગુરુ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ સંત શિરોમણી શ્રી વેલનાથ બાપુ ની ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા તા.૧૨ એપ્રિલ ૨૦૨૫ શનિવાર ના રોજ સવારે ૮:૦૦ કલાકે જડેશ્વર મહાદેવ મંદિર રેલવે સ્ટેશન રોડ મોરબી થી પ્રસ્થાન કરશે જે મોરબી શહેરના મુખ્ય માર્ગ પરથી વીસી ફાટક, મયુર પુલ, મહારાણા પ્રતાપ સર્કલ, ત્રાજપર ચોકડી, ૮ એ નેશનલ હાઇવે થઈને સૌ ઓરડી જિલ્લા પંચાયત કચેરી પાછળ ચુંવાળીયા કોળી ઠાકોર સમાજની વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પુર્ણાહુતિ કરશે જ્યાં બપોરે ૧૨:૩૦ કલાકે મહાપ્રસાદ નું આયોજન કરેલ છે
શ્રી સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ ના પ્રમુખ પરસોત્તમભાઈ સાબરીયા તેમજ ઉપપ્રમુખ ચંદુભાઈ બાબરીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે
મોરબી જિલ્લામાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર સમાજના ભાઈઓ તેમજ બહેનોને મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાવવા આહવાન કરવામાં આવ્યું છે