સુરેન્દ્રનગરના સાયલા ના થોરીયાળી ગામે ચુવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા મહા સંમેલન યોજવામાં આવ્યું.જૂનાગઢ વેલનાથ ની જગ્યામાં ભંડારા નિમિત્તે આયોજન કરેલ જેમાં સૌરાષ્ટ્રના ચુવાળીયા કોળી ઠાકોર સમાજ ઉપસ્થિત રહ્યા.જુનાગઢ ની જગ્યાનાં મહંત શ્રી મંગળનાથ બાપુની સમાધિ રૂપે ભંડારા નિમિત્તે મહાસંમેલન યોજાયું.સમસ્ત ચુવાળીયા કોળી ઠાકોર સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.થોરીયાળી મુકામે મહાસંમેલનમાં અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા.થોરીયાળી મુકામે સમગ્ર સૌરાષ્ટ્ર ના તમામ જિલ્લાઓ અને તાલુકાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં થી મોટી સંખ્યામાં આગેવાની હાજરી આપી.જેમાં ખાસ સૌરાષ્ટ્રના કોળી ઠાકોર સમાજના આગેવાનો, સરપંચો, બહેનો, પૂર્વ ધારાસભ્યો, સુરેન્દ્રનગર સાંસદ સભ્ય તથા આજુબાજુ ગામના રહેશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા