MORBI:મોરબીમાં ‘રાષ્ટ્રિય પોષણ માહ અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા સેમિનાર યોજાયો
MORBI:મોરબીમાં ‘રાષ્ટ્રિય પોષણ માહ અંતર્ગત ફુડ ફોર્ટીફીકેશન અંગે જાગૃતિ ફેલાવવા સેમિનાર યોજાયો
મોરબીમાં કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ ‘રાષ્ટ્રિય પોષણ માહ -૨૦૨૫’ અંતર્ગત જિલ્લા પુરવઠા અઘિકારીની કચેરી, પીએમ પોષણ યોજના દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ, શિક્ષણ વિભાગ, આરોગ્ય વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિગેરેના કર્મચારીઓને ફુડ ફોર્ટીફીકેશન અંગે સંપુર્ણ જાણકારી મળી રહે તેમજ લાભાર્થીઓને તે અન્વયે સમજુત કરી શકે તે હેતુથી ન્યુટ્રીશનલ ઇન્ટરનેશનલ સંસ્થાના સહયોગથી સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં ફોર્ટીફાઇડ વસ્તુઓ કે જેમાં આર્યન, ફોલીક એસીડ, વિટામીન બી-૧૨, વીટામીન-એ તથા વિડામીન-ડી જેવા અનેક પોષક તત્વો રહેલા હોય તેવા ફોર્ટીફાઇડ ચોખા, ડબલ ફોર્ટીફાઇડ મીઠુ, ફોર્ટીફાઇડ લોટ, ફોર્ટીફાઇડ તેલ તથા ફોર્ટફાઇડ દુઘના ઉ૫યોગ તથા તેનાથી મળતા લાભો અંગે તમામ કર્મચારીઓને જાણકારી આ૫વામાં આવી હતી તેમજ ફોર્ટીફાઇડ વસ્તુઓનો સંગ્રહ કરવા માટે શું કાળજી રાખવી તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
વ્યાજબી ભાવની દુકાનો ૫રથી એન.એફ.એસ.એ. કાર્ડ ઘારકોને મળતા ફોર્ટીફાઇડ ચોખા તથા ડબલ ફોર્ટફાઇડ મીઠાનો ઉ૫યોગ દરેક લોકો કરે તે માટે લોકોને જાગૃત કરવા તેમજ ફોર્ટીફાઇડ ચોખા પ્લાસ્ટિકના ચોખા છે તે અંગે જે ખોટી માન્યતાઓ ફેલાય છે તેને દુર કરવા અંગેના પ્રયત્નો કરવા જિલ્લા પુરવઠા અઘિકારી દ્વારા સુચનો કરવામાં આવ્યા હતા.