MORBI:મોરબી બહેનને ભગાડી જવાનો ખાર રાખી યુવકનું ઘર પરિવારજનોને આગ ચાંપી દેતા ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ

MORBI:મોરબી બહેનને ભગાડી જવાનો ખાર રાખી યુવકનું ઘર પરિવારજનોને આગ ચાંપી દેતા ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાખ
મોરબીમાં સમાકાંઠા વિસ્તારમાં આવેલ રામકૃષ્ણનગરમાં રહેતો યુવક આઠેક દિવસ પહેલા વાંકાનેર રહેતી યુવતીને ભગાડીને લઈ ગયો હોય જે બાદ ચાર દિવસ પૂર્વે બંને યુવક-યુવતી સામેથી વાંકાનેર સીટી પોલીસ મથકમાં હાજર થયાની જાણ થતા યુવકના માતાપિતા સહિતનો પરિવાર ઘરને તાળું મારી વાંકાનેર પોલીસ મથકમાં ગયા હોય ત્યારે યુવતીના ભાઈ સહિતના પરિવારજનોને બંધ ઘરને આગ ચાંપી દેતા ઘરમાં રહેલ તમામ ઘરવખરી બળીને ખાક થઈ ગયી હતી. ત્યારે યુવકના પિતા દ્વારા આરોપી બે મહિલા સહિત ચાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીની સામે રામકૃષ્ણનગર એફ-૪માં રહેતા રાજેશભાઇ ડાયાલાલ ચાવડા ઉવ.૫૧ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રોહીતભાઇ કોળી તથા તેની સાથે આવેલ અજાણ્યો એક માણસો તથા બે બૈરાઓ રહે.વાંકાનેર સામે ફરિયાદ નોંધાવી કે ઉપરોક્ત ચારેય આરોપીઓએ રાજેશભાઈનું ઘર સળગાવી નાખતા બી ડિવિઝન પોલીસે ચારેય આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ફરી છે.
ત્યારે ફરિયાદી રાજેશભાઈએ પોતાની ફરિયાદ લખવતા જાહેર કર્યું કે તેમનો દિકરો કાનજી આરોપી રોહિતભાઈની બહેન ગાયત્રીને ભગાડી લઇ ગયેલ બાદ પાછા પરત વાંકાનેર પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ હોય જેથી રાજેશભાઇ પોતાના પરીવાર સાથે વાંકાનેર પોલીસ સ્ટેશન ગયેલ હોય ત્યારે આ આરોપીની બહેન પોતાના પરીવાર સાથે પાછી તેના ઘરે જતી રહેલ હોય તેમ છતા જેનક ખાર રાખી ચારેય આરોપીઓએ મોરબી આવી રાજેશભાઇના ઘરમાં આગ ચાંપી દઈ ઘરમાં રાખેલ ફ્રિજ, ટીવી, કબાટ, સેટી પલંગ ગાદલાગોદળા તથા ઘરવખરીનો તમામ સરસમાન સળગાવી આશરે રૂ.૬૦,૦૦૦/- નુકસાની કર્યું હતું . તેમજ ત્યારબાદ રાજેશભાઇના મોબાઈલમાં કોલ કરી ફોન ઉપર આખા પરીવારને સળગાવી દેવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી.






