MORBI:મોરબી:શ્રીઔદીચ્ય વિધોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
MORBI:મોરબી:શ્રીઔદીચ્ય વિધોતેજક મંડળ મોરબી દ્વારા દશેરાના પાવન પર્વે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે.
વિદ્યાર્થી તેજસ્વીતા અભિવાદન સમારોહ, શસ્ત્ર પૂજન તથા શાસ્ત્રનું વિધિવત પૂજનનું આયોજન કરાશે.
મોરબી ઔદીચ્ય વિધોતેજક મંડળના પ્રમુખ ર્ડો. અનિલભાઈ મહેતા મહામંત્રી ભુપતભાઇ પંડ્યાની યાદીમાં જણાવ્યા અનુસાર તા.૦૨ ઓક્ટોબરને ગુરુવારે વિજ્યા દશમીના પાવન પર્વના દિવસે તેજસ્વીતા અભિવાદન સમારોહ અને શસ્ત્ર તથા શાસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજવામાં આવશે.
આ ત્રિવિધ કાર્યક્રમની ઉજવણી વિજ્યાદશમી તારીખ ૦૨ ઓકટોબર ૨૦૨૫ને ગુરુવારે ઔદીચ્ય જ્ઞાતિની ભોજનશાળા સબજેલ પાસે વાંકાનેર દરવાજા, ખાતે સાંજે ૫ વાગ્યે રાખવામાં આવેલ છે. જે અંતર્ગત તેજસ્વીતા અભિવાદનમાં ધોરણ ૧થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કરી પ્રમાણપત્ર આપવામાં આવશે તથા શસ્ત્ર પૂજન તેમજ શાસ્ત્ર પૂજન કરવામાં આવશે. તો આ ત્રિવિધ સમારંભમાં જોડાવા ઔદીચ્ય વિદ્યોતેજક મંડળના દરેક આજીવન સભ્યોને આ સમારંભમાં હાજર રહી આપના બાળકોને પ્રોત્સાહિત કરવા અચૂક હાજર રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત ત્રિવિધ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ, મંત્રી તથા પ્રોજેક્ટ ચેરમેન નરેન્દ્રભાઈ મહેતા તેમજ સર્વે ટ્રસ્ટી દ્વારા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે તેવું યાદીમાં જણાવવામાં આવ્યું છે.