GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા ૧૩માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

MORBI મોરબી શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ દ્રારા ૧૩માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

 

 

શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ શનાળા રોડ મોરબી અને ઉમા ટાઉનશિપ પરિવાર મોરબી-૨ ના સંયુક્ત ઉપક્રમે માનવ સેવા એજ પ્રભુ સેવા ના સૂત્રને સાર્થક કરવા યુનિક સ્કૂલ મોરબી-૨ ખાતે ૧૩ માં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં સંસ્કાર ધામ બ્લડ બેંકના સેવાભાવી ભાઇઓ અને બહેનો દ્વારા સવારના ૮ વાગ્યા થી બપોરના ૧ વાગ્યા સુધી રક્તદાતાઓને કાંઈ પણ મુશ્કેલી ન પડે તે રીતે કાર્ય કર્યું હતું
આ રક્તદાન કેમ્પની શરૂઆત દિપ પ્રાગટય શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળના પ્રમુખ શ્રી ટી સી ફુલતરિયા તથા સભ્યો મહાદેવભાઈ ચિખલિયા નાનજીભાઈ મોરડીયા તેમજ ઉમા ટાઉનશિપના સેવાભાવી સભ્યો રતિલાલભાઈ ભોરણિયા મનુભાઈ જાકાસણિયા ગોપાલભાઈ સરડવા તથા ટાઉનશિપની બહેનો દ્વારા કરવામાં આવી આ રક્તદાન કેમ્પમાં આશરે ૧૦૩ ભાઈઓ અને બહેનો એ રક્તદાન કરી માનવતાની મહેક પ્રસરાવી આ કેમ્પમાં કાન્તિભાઈ વૈષ્ણાનીએ ૧૧૪ મી વખત અને મનુભાઈ જાકાસણિયા એ ૭૫ મી વખત રક્તદાન કરી ઘણા લોકો નું જીવન બચાવી ઉમદા સેવા કાર્ય કર્યું છે તેમજ તમામ રક્તદાતાઓને ઉમા ટાઉનશિપ પરિવારના સભ્યો અને શ્રી ચિત્રા હનુમાનજી ધુન મંડળ ના સભ્યો દ્વારા પ્રોત્સાહિત ભેટ આપવામાં આવી આ સેવા કાર્યમાં મોરબી માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી શ્રી કાન્તીભાઈ અમૃતિયાનો ટેલિફોનિક શુભેચ્છા સંદેશો આવ્યો હતો તેમ ઉમા ટાઉનશિપના સભ્યો શ્રી મનસુખભાઈ જાકાસણિયા અને રતિલાલ ભાઈ ભાલોડિયા
દ્વારા જણાવવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!