Rajkot: E-KYC બાકી હોય તેવા ગ્રાહકોને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે: કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે
તા.૧૭/૫/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શહેરનાં લાભાર્થીઓ હોય કે છેવાડાનાં ગામનાં લાભાર્થીઓ હોય, જરૂરિયાતમંદ સૌ લાભાર્થીઓને અનાજ મળે તેની દરકાર સરકાર રાખે છે.
જે રેશનકાર્ડ ઘારકોનું E-KYC પુર્ણ થયેલ હોય, તેઓને અનાજ વિતરણ કરવામાં આવશે અને જે રેશનકાર્ડ ધારકોનું E-KYC બાકી હોય, તેઓને સ્થળ પર E-KYC કરી અનાજ મળશે. કુદરતી આફતો અથવા ગંભીર સમસ્યાઓના અપવાદો માટે DOFPD તરફથી પૂર્વ મંજૂરી સિવાય મેન્યુઅલ/ઓફલાઇન વિતરણ થઇ શકશે નહિ.
આમ કોઇ લાભાર્થી અનાજથી વંચિત નહિ રહે. પણ અનાજ મેળવવા ઈ-કેવાયસી જરૂરી છે. માટે તમામ ગ્રાહકોએ ઈ-કેવાયસી કરાવવું.
રાજકોટ જિલ્લામાં મે-માસ દરમિયાન અનાજનો ૧૦૦% જથ્થો ફાળવવામાં આવેલ છે. અને તે મુજબ વિતરણ પણ ચાલુ છે. જુન માસના વિતરણ દરિમયાન જે લાભાર્થીઓએ E-KYC કરાવેલ હશે તેઓને અનાજ મળશે તે સુનિશ્વિત કરવામાં આવેલ છે. E-KYC ની મોટાભાગની કામગરી પુર્ણ થયેલ છે. જે લાભાર્થીઓને ઈ-કેવાયસીની કામગીરી બાકી છે તેઓને સ્થળ પર જ ઈ-કેવાયસી કરી અનાજ વિતરણ કરવામાં આવશે તેમ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીની અખબારી યાદીમાં જણાવાયું છે.