MORBI:મોરબી સીલીકોસીસ પીડીતોએ વીશ્વ આરોગ્ય દીવસ મનાવ્યો.
MORBI:મોરબી સીલીકોસીસ પીડીતોએ વીશ્વ આરોગ્ય દીવસ મનાવ્યો.
મોરબી તથા સુરેંદ્રનગર જિલ્લામાં વીશ્વ આરોગ્ય દીવસ મનાવવામાં આવ્યો. મોરબી, થાનગઢ અને ધ્રાંગધ્રા એમ ત્રણ જગ્યાએ સીલીકોસીસ પીડીતો દ્વારા જાહેર કાર્યક્રમ કરવામાં આવ્યા.
આ ત્રણે સ્થળોએ સીલીકોસીસ પીડીતોએ પોતે ગમ્ભીર બીમારીથી પીડાઈ રહ્યા હોવા છતાં પ્રચંડ ગરમીની પરવા કર્યા વગર રસ્તા પર ઉતરી આવ્યા.
છેક ૧૯૭૮માં વીશ્વના નેતાઓ રશીયાના અલ્મા આટા શહેરમાં ભેગા થયા હતા અને દીવસો સુધી ચર્ચા વીચારણા કરીને એક જાહેરનામું બહાર પાડ્યું હતું જે “હેલ્થ ફોર ઓલ બાય ૨૦૦૦”ને નામે જાણીતું થયું. એટલે કે ૨૦૦૦ની સાલ સુધીમાં દરેક નાગરીક્ને આરોગ્ય સેવાઓ ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. એ વાતને આજે ૪૭ વર્ષ વીતી ગયા છતાં હજુ સાર્વત્રીક આરોગ્ય સેવાઓ મળતી નથી.
સીલીકોસીસ પીડીતો આરોગ્યને લગતા સંદેશા અને સૂત્રો લખેલા બોર્ડ હાથમા રાખી સંદેશો આપ્યો. આ પ્રસંગ માટે ખાસ તૌયાર કરેલ પત્રીકાઓ પણ વહેંચવામાં આવી હતી જેમાં ગુજરાતમાં અને દેશમાં આરોગ્યની સ્થીતીની ચર્ચા કરવામાં આવી. આપણે અવારનવાર છાપામાં વાંચતા હોઈએ છીએ કે કોઇ આદીવાસી ડુંગરાળ વીસ્તારમાં બહેનને પ્રસુતી થવાની હોય તો બહેનને ડોળીમાં ઉપાડી લાંબે સુધી ચાલીને જવું પડે. અથવા હોસ્પીટલની બહાર જ કોઇ બહેનને પ્રસુતી થઈ જાય વીગેરે. વળી, ગુજરાતમાં 2023ના આંકડા મુજબ 1,31,419 અતીકુપોષીત અને 57,0245 કુપોષીત બાળકો છે. આમ ગુજરાત વીકસીત રાજય કહેવાતું હોવા છતાં આ સ્થીતી છે
મોરબીના ઉપપ્રમુખ હરીશભાઇ ઝાલાએ વાત કરી કે મોરબી અને સુરેંદ્રનગર થઈને છેલ્લા 6 મહિનામાં 24 સીલીકોસીસ પીડીતોનો મૌત થયા છતા આ મૌત પર તંત્ર કોઇ નકર પગલા લેવા તૈયાર નથી દેખાતુ. સંઘ પ્રમુખ શ્રી પંકજભાઇએ કહ્યુ કે સરકારે સીલીકોસીસ પુનવસન નીતી લાગુ કરવી પડશે. નહી તો પીડીતોના પરીવાર ભુખ્યા મરશે .
આરોગ્ય પર કામ કરતી સંસ્થાઓ તો રાજયમાં ઘણી છે પણ આરોગ્ય અધીકારો પર જૂજ સંસ્થાઓ કામ કરે છે. હાલ ખાસ કરીને સરકારી આરોગ્ય સેવાઓનું ખાનગીકારણ થઈ રહ્યું છે તે ખૂબ ચીંતાની વાત છે. ખાસ કરીને ગરીબો પર તેની માઠી અસર પડશે.
યુનોએ આપેલ ચીરંજીવ વીકાસ લક્ષ્યાંકોમાં આરોગ્ય એક મહત્ત્વનો લક્ષ્યાંક છે તે આપણે 2030 સુધીમાં આંબાવાનો છે તેની પણ ચીનતા કરવી પડશે.
ટીબીને નાથવાની ઘોષણા આપણાં લોકલાડીલા વડાપ્રધાને કરી છે ત્યારે ટીબીને નાથવા સીલીકાના સંપર્કને ઘટાડીશું નહી તો ટીબી 2030 સુધી નાબૂદ થઈ નહી શકે. આમાં આપણે અનેક મોરચે કામ કરવાનું છે જેથી બાળકો સુખાકારી ભોગવી શકે અને રાજી રોગોના બોજા