MORBI મોરબી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, દ્વારા ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન

MORBI મોરબી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, દ્વારા ‘ધ પ્યોરિટી પ્રોજેક્ટ: સાયન્સ ફોર સેફર લિવિંગ’ અંતર્ગત ભવ્ય સાયન્સ ફેરનું આયોજન
આજના સમયમાં આપણે જે ખોરાક ખાઈએ છીએ અને જે સૌંદર્ય પ્રસાધનો (Cosmetics) વાપરીએ છીએ, તે કેટલા સુરક્ષિત છે? આ અંગે જનજાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી દ્વારા એક વિશેષ ‘સાયન્સ ફેર’ નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય લોકોને રોજિંદા જીવનમાં વપરાતી ચીજવસ્તુઓમાં થતી ભેળસેળ અને હાનિકારક રસાયણો વિશે વૈજ્ઞાનિક રીતે માહિતગાર કરવાનો છે.
નાગરિકો માટે ખાસ ઓફર:આ સાયન્સ ફેરમાં આવનાર દરેક મુલાકાતી પોતાના ઘરેથી નીચે મુજબની વસ્તુઓના સેમ્પલ (નમૂના) સાથે લાવી શકે છે. કોલેજની એક્સપર્ટ ટીમ દ્વારા સ્થળ પર જ તેનું નિ:શુલ્ક (Free) ટેસ્ટિંગ કરી આપવામાં આવશે.ટેસ્ટિંગ માટેની વસ્તુઓની યાદી: ૧. ખાદ્ય પદાર્થો (Food Items): દૂધ (Milk) ઘી (Ghee) ખાદ્યતેલ (Edible Oil) મધ (Honey) ચોખા / ભાત (Rice) હિંગ (Asafoetida) આયોડિનયુક્ત મીઠું / સામાન્ય મીઠું (Salt) કોપરેલ (Coconut Oil) માત્ર લીલા કલરના શાકભાજી (Green Vegetables – Malachite Green detection) કાળા મરી (Black Pepper) કોફી (Coffee) આઈસ્ક્રીમ (Ice Cream) પીળા કલરની વસ્તુઓ: મીઠાઈ, લાડુ, જલેબી, સરબત, દાળ, હળદર, ગોળ, તૈયાર ચા.૨. કોસ્મેટિક્સ / બ્યુટી પ્રોડક્ટ્સ: નેલ પોલિશ (Nail Polish) કોમ્પેક્ટ (Compact Powder) મોઈશ્ચરાઈઝર (Moisturizer) નેલ પોલિશ રીમુવર (Nail Polish Remover) લિપસ્ટિક (Lipstick) આઈ શેડો (Eye Shadow) મસ્કરા (Mascara) કાર્યક્રમની વિગત: તારીખ: ૧૮ અને ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૬ (18, 19 Feb. 2026)સમય: સવારે ૭:૩૦ થી બપોરે ૧૨:૩૦ સુધી (7:30 AM to 12:30 PM)સ્થળ: કન્યા છાત્રાલય કેમ્પસ, મોરબી (Kanya Chatralay Campus, Morbi)શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ પરિવાર મોરબીની જનતાને “ભેળસેળ મુક્ત ભોજન અને કેમિકલ મુક્ત જીવન” માટે આ જ્ઞાનવર્ધક કાર્યક્રમનો લાભ લેવા ભાવભર્યું આમંત્રણ પાઠવે છે.
(પ્રિન્સિપાલશ્રી- આરતી રોહન ) શ્રીમતી જે. એ. પટેલ મહિલા સાયન્સ કોલેજ, મોરબી











