GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સમાજસેવામાં યુવાનોની આગેવાની,સમગ્ર વિસ્તારની સુખાકારી માટે લોકસેવકની પ્રતિતિ કરાવતા બે યુવાનોની જોડી.

 

MORBI:મોરબી સમાજસેવામાં યુવાનોની આગેવાની,સમગ્ર વિસ્તારની સુખાકારી માટે લોકસેવકની પ્રતિતિ કરાવતા બે યુવાનોની જોડી.

 

 

લોક સેવક,૧૦૮ તરીકે જાણીતા વોર્ડ નં-૯ના વરિષ્ઠ સ્વર્ગસ્થ લોકસેવક આગેવાન પરબતભાઈ કરોતરાની પ્રેરણાથી સમગ્ર વિસ્તારમાં લોકોની સુખાકારી અને માળખાકિય સુવિધામાં પડતી મુશ્કેલી જેવા કે ભુગર્ભ,પાણી, સ્ટ્રીટ લાઈટ વગેરે જેવી મુશ્કેલી માટે બે યુવાનની જોડી લોકસેવક તરીકે પ્રતિબિંબિત થયા છે, વોર્ડ નં-૯ તેમજ આજુબાજુના વિસ્તારમાં જ્યાં પણ‌ પાણી,ભુગર્ભ, સ્ટ્રીટ લાઈટ જેવી સમસ્યા માટે સમગ્ર વિસ્તારમાં લોકો અપેક્ષા અને વિશ્વાસ સાથે આ બે યુવાનોને સમસ્યાઓ કહે છે અને બે યુવાનો કે જે લોકસેવક સ્વ પરબતભાઈ કરોતરાનો પુત્ર હિરેનભાઈ કરોતરા અને યુવા ભાજપ પુર્વ ઉપપ્રમુખ હિરેનભાઈ પંડ્યા કે જે સ્વ પરબતભાઈએ કંડારેલા સેવાકીય માર્ગે ચાલીને જરૂરી અધિકારી,સંસ્થા કે સત્તામંડળ સાથે સંપર્ક કરી જરૂરી પગલાં લઈ ઝડપથી સમસ્યાઓનું સમાધાન થાય એ માટે કટિબદ્ધ રહે છે.દિવસ-રાત જ્યારે પણ સંસ્થા,સતા દ્રારા જરૂરી સાધનો મળે ત્યારે ત્યાં સ્થાનિક સાથે રહિ સમસ્યાનો નિકાલ કરવા તૈયાર હોય છે,લોકો પણ ખુબ અપેક્ષા સાથે પોતાની સમસ્યાઓ અને સાર્વજનિક પ્રશ્નોના નિવારણ માટે આ બે યુવાનોનો સંપર્ક કરે છે.


ખરેખર વિસ્તારના લોકો હિરેન કરોતરા અને હિરેન પંડ્યા આ બે યુવાનો સ્વ. શ્રી પરબતભાઈની પ્રેરણા સાથે લોકસેવા કરે છે,અને બે યુવાનો લોકસેવા સાથે રાજકારણ પણ સક્રિય થાય એવી અપેક્ષા સેવે છે,જેથી કરી વિસ્તારના લોકોની સેવા વધુ સુદ્રઢ રીતે થઈ શકે,પરંતુ આ બે યુવાનોને વાત કરતા હાલ તે બંને કોઈપણ રાજકીય અપેક્ષા વગર લોકસેવક તરીકે કામ કરે છે, જરૂરી અધિકારી,સંસ્થા અને ધારાસભ્યશ્રી વગેરે પણ ખુબ સાથ-સહકાર આપે છે,પરંતુ જનાદેશ મળશે તો રાજકારણમાં આવવાની પુરી તૈયારી પણ દર્શાવી હતી..

Back to top button
error: Content is protected !!