ARAVALLIMODASA

આજે પણ અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ રહી બંધ :સાબરડેરી ની દૂધની ટેન્કરો રોકવામાં આવી રહી છે, દૂધ વેડફાતા વિડિઓ વાયરલ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

આજે પણ અરવલ્લી જિલ્લાની દૂધ મંડળીઓ રહી બંધ :સાબરડેરી ની દૂધની ટેન્કરો રોકવામાં આવી રહી છે, દૂધ વેડફાતા વિડિઓ વાયરલ

14 તારીખે  પશુપાલકો દ્વારા સાબરડેરી ખાતે ભાવફેર ને લઇ પશુપાલકો પોહ્ચ્યા હતા રજુઆત કરવા માટે જેમાં પોલીસ અને પશુપાલકોમાં વચ્ચે જે ઘર્ષણ થયું તેને લઇ હવે પશુપાલકો પણ લડી લેવાના મૂડમાં હોય તેવો ઘાટ સર્જાયો છે અને હવે દૂધ મંડળીઓ સદંતર બંધ રાખી વિવિધ ડેરીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે અને દૂધ ન ભરાવવા નો સંકલ્પ હવે પશુ પાલકો એ કર્યો છે જ્યાં સુધી યોગ્ય ભાવફેર ન ચૂકવાય ત્યાં સુધી વિરોધ યથાવત રહેવાની શક્યતા સેવાઈ રહી છે સાબર ડેરી ધ્વાર યોગ્ય ભાવ ફેર ન મળતા પશુ પાલકોમાં રોષ યથાવત છે હવે પશુપાલકો પણ રસ્તાઓ પર આવી ને સાબર ડેરી ખાતે લઇ જતા દૂધની ટેન્કરો પશુપાલકો ધ્વારા રોકવામાં આવી રહી છે અને દૂધની નદીઓ રસ્તાઓ પર વહી રહી છે. છેલ્લા 2 દિવસથી આંદોલન ઉગ્ર બન્યું છે ઠેર ઠેર ડિરેકટરોની નનામી કાઢી તેમજ દૂધ ઢોરી વિરોધ દર્શાવી રહ્યા છે અને આજે પણ રોષ યથાવત છે અને આજે પણ મોટાભાગની ડેરીઓ બંધ રહી વિરોધ જોવા મળી રહ્યો છે આ વચ્ચે ડિરેક્ટર જયંતીભાઈ પટેલ નું પણ નિવેદન સામે આવ્યું છે પરંતુ એમાં પણ સંતોષ જોવા ન મળતા હજુ પણ પશુપાલકો માં રોષ છે તેવું સ્પષ્ટ રીતે લાગી રહયું છે

Back to top button
error: Content is protected !!