*ભીલ સમાજ યુવા કાર્યકર મિત્રો દ્વારા ક્રાંતિ સૂર્ય બિરસા મુંડા સાહેબ ના પ્રકૃતી અવતરણ દિન નિમિત્તે બિરસા મુંડા ભગવાન ને પુષ્પ અર્પણ કરી નમન કરવામાં આવ્યુ હતું*
પાટણ ભીલ સમાજ દ્વારા બિરસા મુંડા ભગવાન ની જન્મ જયંતી નિમિતે દેશપ્રેમના પ્રેરણાસ્ત્રોત, જેમનું નામ “ધરતી આબા” (ધરતીના ભગવાન) દેશવાસીઓ દ્વારા રાખવામાં આવ્યું તેવા યુવા ક્રાંતિવીર યોદ્ધા, શુરવીર, ભારતીય ઇતિહાસના યુવા શહીદ, ક્રાન્તિ સૂર્ય, મહાન સ્વતંત્રતા સેનાની, દેશની આઝાદી માટે શહીદ થનાર વીર જનનાયક બિરસા મુંડા જી ની જન્મજયંતી નિમિતે તેમની વીરતાને યાદ કરી ભગવાન બિરસા મુંડા જી અમર રહો ના નારા સાથે સૂર્યનગર ભીલવાસ પાટણ ખાતે આવેલ બિરશા મુંડાજી ની પ્રતિમાને પુષ્પ માળા અર્પણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે તુલસી ભાઈ સુરાજી ભીલ, ગોવાજી ઉજમજી ભીલ, રાજેશભાઈ શિવાજી ભીલ, અશ્વીન ભાઈ ભીલ, કિસન ભાઈ ભીલ,સુનીલ જે રાણા, વિગેરે સામાજિક કાર્યકર મિત્રો હાજર રહી પુષ્પમાળા અર્પણ કરી હતી.
વાત્સલ્યમ સમાચાર
બળવંત રાણા