વાત્સલ્યમ સમાચાર
ડાંગ
ખાનગી ટેલિકોમ કંપનીઓ દ્વારા નેટ પેક ને મોબાઈલ રિચાર્જ ની કિંમતોમાં વધારો કરવામાં આવનાર છે.ત્યારે નેટ પેક ને મોબાઈલ રિચાર્જ ની કિંમતોમાં વધારાને લઈને ડાંગ યુવા સંગઠન AIDYO એ સુબીર સર્કલ ખાતે વિરોધ નોંધાવ્યો હતી.અને મોબાઈલ રિચાર્જ ની કિંમત વધારાના નિર્ણયને પાછો ખેંચવામાં તેવી માંગ કરવામાં આવી હતી.સરકાર દ્વારા તમામ સેવાઓને ડિજીટલ કરવામાં આવી રહી છે.અને મોટા ભાગના વ્યવહારો ઓનલાઈન થઈ રહ્યા છે.તેથી ઈન્ટરનેટ, મોબાઈલ ડેટા અને રિચાર્જ વ્યક્તિના જીવનનો અનિવાર્ય હિસ્સો બની ગયો છે. તો બીજી તરફ લોકો બેરોજગારી અને મોંઘવારીથી પીડાઈ રહ્યા છે અને તેમની વ્યક્તિ માટે બે સમયનું ભોજન મેળવવું પણ અશક્ય બની રહ્યું છે.પરંતુ સરકારની નીતિઓને કારણે તેના માટે મોબાઈલ ડેટા એટલો મહત્વનો બની ગયો છે કે તેણે ભૂખ્યા પેટે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો પડે છે. ખાનગી ટેલિકોમ કંપનીઓએ મનસ્વી અને અમાનવીય રીતે પ્રીપેડ મોબાઇલ અને ડેટા સેવાઓના ચાર્જમાં વધારો કર્યો છે.તેમજ ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI) જે મોબાઈલ યુઝર્સના હિતમાં નિષ્પક્ષ, પારદર્શક અને સુરક્ષિત નીતિ અને વાતાવરણ પૂરું પાડવાની અપેક્ષા રાખે છે, તે મૂક પ્રેક્ષક બનીને ખાનગી કંપનીઓ પર અંકુશ લગાવવાને બદલે તેઓને પ્રોત્સાહન પૂરું પાડે છે તેવું જોવા મળી રહ્યું છે.ત્યારે આ સમગ્ર મામલાને લઈને યુવા સંગઠન AIDYO ડાંગ જિલ્લા કમિટીએ સુબીર સર્કલ પાસે સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેમાં ટ્રાઈ (TRAI) એ સામાન્ય લોકોની તરફેણમાં નીતિઓ બનાવે તથા ટેલિકોમ તેરીફ (મોબાઇલ રિચાર્જ) ના ભાવ મા થયેલો જંગી ભાવ વધારો તાત્કાલિક પાછો ખેંચો, BSNL અને MTNL ને ફરી મજબૂત બનાવે એવી માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આ વિરોધ પ્રદર્શનમાં AIDYO ના ઉમેશ ગાયકવાડ, રામદાસ પવાર, અનિલ પવાર, અન્યા પવાર, મહેન્દ્ર પવાર, શિવદાસ પવાર વગેરે કાર્યકર્તાઓ જોડાયા હતા..