ARAVALLIGUJARATMEGHRAJ

ચોરે ચોરી કરી અને પછી દાન પેટીને પગે લાગ્યો બોલો..: સમગ્ર ઘટના CCTV માં કેદ, કંટાળું હનુમાનજી મંદિર ખાતે ચોરો નો હાથફેરો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

ચોરે ચોરી કરી અને પછી દાન પેટીને પગે લાગ્યો બોલો..: સમગ્ર ઘટના CCTV માં કેદ, કંટાળું હનુમાનજી મંદિર ખાતે ચોરો નો હાથફેરો

મેઘરજ તાલુકામાં આવેલ નવાગામ કંટાળું હનુમાનજી મંદિર અને રામદેવપીર મંદિરના પરિસર માં કોઈ અજાણ્યા શક્સો એ રાત્રીના 1 વાગ્યાની આજુબાજુ બન્યે મંદિરમાં રહેલી દાન પેટીના તાળા તોડ્યા હતા અને રોકડ રકમ લઇ ફરાર થયાં છે. હનુમાનજી મંદિર ખાતે લગાવેલ CCTV માં ચોરીને અંજામ આપતી સમગ્ર ઘટના કેદ થઇ હતી કંટાળું મંદિરની બહાર અને અંદરની બન્યે દાનપેટીઓના તાળા તૂટ્યા હતા

Cc tv જોતા જેમાં સૌ પ્રથમ કંટાળું મંદિરની અંદર રહેલી દાન પેટી તોડ્યા પછી બહાર ની દાનપેટી નીચેની બાજુએ થી કોઈ હથિયાર દ્વારા તોડવામાં આવી હતી અને બન્યે અજાણ્યા શક્સો પૈકી એક શક્સે પોતાના શરીરનો શર્ટ કાઢી નાખેલ અને મોઢા પર બાંધેલો Cctv માં કેદ થયેલો જોવા મળ્યો હતો અને અન્ય બીજા શક્સે ટૂંકો પેન્ટ પહેર્યુ હતો અને તેના દ્વારા બહારની પેટી તોડેલ હોય તેવું cctv માં કેદ થયું હતું. ઉપરાંત ચોરી કરેલ શક્સે અંતે દાન પેટીના રૂપિયા કપડામાં ભરી પોટલી બનાવી અને દાન પેટીને પગે લાગ્યો હતો અને બન્યે શક્સો ત્યાંથી ગાયબ થયેલા જે સમગ્ર ઘટના cctv કેમેરામાં કેદ થયેલી જોવા મળી હતી સમગ્ર ઘટના ને લઇ ઇસરી પોલિસ ને જાણ કરવામાં આવી હતી અને આગરની તપાસ હાથ ધરી હતી

મંદિર ની સુરક્ષા અને દેખરેક માટે અગાઉ મંદિર માટે ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા હોમગાર્ડ ફાળવવામાં આવે તે માટે નવાગામ ખાતે આવેલ જિલ્લાના એસ.પી. ને ગામના વડીલ દ્વારા મૌખિક રજુઆત કરી હતી કે મંદિરમાં હોમગાર્ડ નો એક પોઇન્ટ ફાળવવામાં આવે તેવું કહેલ પરંતુ ઇસરી પોલીસ સ્ટેશન દ્વારા હજુ સુધી હોમગાર્ડ નો પોઇન્ટ મુકવામાં ન આવ્યો જો પોઇન્ટ મુકવામાં આવ્યો હોત તો આ ઘટના ના બનતી તેમ જણાવ્યું હતું ત્યારે આ બાબત ઇસરી પોલિસ ધ્યાન પર લે અને મંદિર માટે કોઈ હોમગાર્ડ મુકવામાં આવે અને મંદિર ની ચોરી કરનાર ચોરો ને ઝડથી પકડવામાં આવે તેવી માંગ સેવાઈ રહી છે

Back to top button
error: Content is protected !!