GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ

 

TANKARA:ટંકારા પંથકમાં વહેલી સવારથી વરસાદી માહોલ

 

 

ટંકારા પંથકમાં આજે રવિવારની રજા મેઘમય માહોલ સાથે શરૂ થઈ છે. સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન લગભગ એક ઈંચ વરસાદ નોંધાયો, જેના કારણે વાતાવરણ ટાઢુંબોળ અને આનંદદાયક બન્યું છે. એકધારી ધીમી ગતિએ ચાલતો વરસાદ હજુ પણ અવિરત રહેવાની શક્યતા છે, જે આગામી થોડા કલાકોમાં પણ સારા વરસાદી માહોલની આગાહી આપે છે. આવા ઠંડા અને ભીના વાતાવરણમાં રવિવારની રજા વધુ રોમાંચક અને યાદગાર બની રહી છે.

મામલતદાર કચેરી ખાતે આવેલા ફલડ કંટ્રોલ રૂમ ખાતે 10 વાગ્યે 22 એમ એમ વરસાદ નોંધાયો છે આ સાથે સિઝનનો કુલ વરસાદ 505 એ આંબી ગયો છે. આ ઉપરાંત ટંકારા તાલુકાના ડેમ માં નોંધાયેલ વરસાદની વાત કરી તો છેલ્લા બે કલાકમાં ડેમી 1 મિતાણા ખાતે 10 એમ એમ, ડેમી 2 રાજાવડ ડેમ ખાતે 25 એમ એમ, ડેમી 3 ગજડી ખાતે 20 એમ એમ અને બંગાવડી ડેમ ખાતે 30 એમ એમ વરસાદ નોંધાયો છે જેના ઉપરથી કહી શકાય કે ટંકારા પંથકમાં અવિરત મેધમહેર યથાવત છે. આ સાથે ટંકારા શહેરને ચિરીને નિકળતી ડેમી નદી અત્યારે 10 ને 12 મિનિટે ઓવરફલો થતા શહેરમાં ખુશીનો માહોલ સર્જાયો છે.

Back to top button
error: Content is protected !!