GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસરમાં બે દરોડામાં દસ જુગારીઓ ઝડપાયા

MORBI:મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર અને મકનસરમાં બે દરોડામાં દસ જુગારીઓ ઝડપાયા
પ્રથમ દરોડામાં તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રફાળેશ્વર ગામે દરોડો પાડી આરોપી રવિભાઈ ઘોઘાભાઈ નૈયા, વિજયભાઈ માધાભાઈ સીતાપરા, અજયભાઈ જસુભાઈ મકવાણા, મુન્નાભાઈ ગીરીશભાઈ સોલંકી અને જયેશભાઈ જસુભાઈ મકવાણાને રોકડા રૂપિયા 12,500 સાથે તીનપતિ રમતા ઝડપી લીધા હતા. જયારે બીજા દરોડામાં મકનસર ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી આરોપી શૈલેષ ધીરુભાઈ દેગામા, શનિ જગદીશભાઈ સુરેલા, બડાભાઈ સવજીભાઈ ઝીંઝુવાડિયા, પ્રવીણ ગાંડુભાઈ અબાસાણી અને વિક્રમભાઈ લાલજીભાઈ દારોદરાને રોકડા રૂપિયા 11,500 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.









