MORBI:મોરબી ટુડે-સાંજ સમાચારના પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટનો જન્મદિવસ
MORBI:મોરબી ટુડે-સાંજ સમાચારના પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટનો જન્મદિવસ
મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે બેદાગ કામ કરતાં નિષ્પક્ષ પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટના જન્મદિવસ નિમિતે તેમને ઠેરઠેરથી શુભકામનાઓ મળી રહી છે.
મોરબીના પીઢ પત્રકાર જીજ્ઞેશભાઈ ભટ્ટનો તા. 4/2 ના રોજ જન્મદિવસ છે અત્રે ઉલેખનીય છે કે, જીજ્ઞેશભાઈ ભટ્ટે અભ્યાસ બાદ શિક્ષક તરીકે કારકિર્દી શરુ કરી હતી અને બાદમાં વર્ષ 2007 થી પત્રકારત્વ ક્ષેત્રમાં ઝંપલાવ્યું હતું. અને “સાંજ સમાચાર” સાંધ્ય દૈનિકના માધ્યમથી પ્રજાના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. મોરબીમાં છેલ્લા ઘણા વર્ષોથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા જીજ્ઞેશભાઈ ભટ્ટ લોકોની પીડા અને પ્રશ્નોને વાચા આપવા માટે હરહમેશ જાગૃત જોવા મળે છે. અને વર્ષ 2019 થી મોરબીના લોકોને ઝડપથી સચોટ માહિતી આપવા માટે “મોરબી ટુડે” વેબ પોર્ટલ શરૂ કરવામાં આવી છે અને તેને મોરબીના લોકો તરફથી ખૂબ જ સારો સહકાર મળી રહ્યો છે આટલું જ નહીં સચોટ સમાચાર માટે મોરબીના લોકોની પહેલી પસંદ મોરબી ટુડે બને છે ત્યારે નિષ્પક્ષ પત્રકાર એવા જીજ્ઞેશભાઈ ભટ્ટના જન્મદિવસ પ્રસંગે પત્રકાર મિત્રો, પરિવાર, સગા સ્નેહીઓ અને રાજકીય સામાજિક અગ્રણીઓ દ્વારા જન્મદિવસની શુભકામનાઓ પાઠવવામા આવી રહી છે. અને તેમના મોબાઈલ નં 94277 21546 ઉપર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે.