GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વેપારી સાથે 1.72 કરોડનુ ફ્રોડ આચરનાર ગેંગના એક શખ્સની દિલ્હીથી ધરપકડ

MORBI:મોરબી વેપારી સાથે 1.72 કરોડનુ ફ્રોડ આચરનાર ગેંગના એક શખ્સની દિલ્હીથી ધરપકડ

 

 

મોરબીના કોકોપીટ ઉત્પાદક કંપનીના માલિકને હોંગકોંગમાં માલ વેચાવી દઈ મોટી બિઝનેશ ડીલ કરવાના નામે રૂ.1,72, 88,400ની માતબર રકમની છેતરપીંડી કરનાર સાયબર ગઠિયાઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ મોરબી સાયબર ક્રાઈમ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે દિલ્હી ખાતેથી એક સાયબર ગઠિયાને ઝડપી લીધો છે

મોરબીમા એવીયર ઈંપેક્ષ નામની કોકોપીટની કંપની ચલાવતા દેવેન્દ્રભાઈ નરસીભાઈ દેત્રોજાને પોતાની પ્રોડકટનો વિદેશમાં વ્યાપાર કરવો હોય ગુગલસર્ચ કરતા ટ્રેડ ફંડામેન્ટલ તેમજ જીબીએફએસ વીંગ્સ કંપની પ્રાઇવેટ લિમિટેડના માણસોએ હોંગકોંગમા માલ વેચવા ડિલિંગ કરાવી આપશે તેવી લાલચ આપી બન્ને કંપનીના ડાયરેકટર, મેનેજર અને અન્ય માણસોએ વોટ્સએપ, ટેલિફોનિક વાતચીત તેમજ ઇમેઇલ કરી અલગ અલગ બહાને વર્ષ 2023થી વર્ષ 2025 દરમિયાન 1,72,88,400 જેટલી માતબર રકમનું ટ્રાન્ઝેક્શન કરાવી લઈ હોંગકોંગમાં વેપાર ધંધો ન કરાવી આપતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રભાઈ દેત્રોજાએ ફરિયાદ નોંધાવી હતી.મોરબી સાયબર ક્રાઇમ પીઆઇ એન.એ. વસાવા સહિતની ટીમ દ્વારા સાયબર આરોપીઓના મોબાઈલ નંબર તેમજ અન્ય ટેક્નિકલ એનાલિસિસ થકી બન્ને કંપનીના આરોપીઓનું પગેરું દબાવતા ટ્રેડ ફંડામેન્ટલ કંપનીના કસ્ટમર સપોર્ટ ઓપરેટર તરીકે કામ કરતા આરોપી ધનંજય પ્રદીપ શર્મા ઉ.23 રહે.દિલ્હી નામના શખ્સને ઝડપી લેવામાં સફળતા મળી છે.હાલ આરોપીને મોરબી લાવી પૂછતાછ શરૂ કરવામાં આવી છે. મોરબી સાયબર ક્રાઈમ પોલીસે સાયબર ઠગાઈમા એક આરોપીને ઝડપી લીધો છે. આરોપીની પૂછતાછમાં ચોંકાવનારું સત્ય સામે આવ્યું છે. જેમાં જી.બી. ફંડામેન્ટલ અને જીબીએફએસ વીંગ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની બન્ને કંપની પારસ સિંગાલા નામનો શખ્સ ચલાવતો હોવાનું અને આ બન્ને કંપનીમા બીબીએ, એમબીએ, બીસીએ જેવા ઉચ્ચ અભ્યાસ કરેલ યુવાનોને કામે રાખી વેપારીઓને ફોરેનમાં વ્યાપારના નામે ફસાવી વિગતો એકત્રિત કરી બાદમાં બેન્ક મારફતે નાણાં મેળવી ઠગાઈ કરતો હોવાનું સામે આવ્યું છે.

Back to top button
error: Content is protected !!