GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBIમોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી બિન પરવાનગી ક્યોસેક, હોર્ડીંગ બોર્ડ અથવા જાહેરાતના બોર્ડ હટાવવાની સૂચના

MORBIમોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરી વિસ્તારમાંથી બિન પરવાનગી ક્યોસેક, હોર્ડીંગ બોર્ડ અથવા જાહેરાતના બોર્ડ હટાવવાની સૂચના
મોરબી મહાનગરપાલિકા તેની એક અખબારીયાદીમાં જણાવે છે કે મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરી વિસ્તારમાંથી બિન પરવાનગી ક્યોસેક, હોર્ડીંગ બોર્ડ અથવા જાહેરાતના બોર્ડ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જે લોકોએ બિન પરવાનગી ક્યોસેક હોર્ડીંગ બોર્ડ અથવા જાહેરાતના બોર્ડ સાર્વજનિક જગ્યાઓએ લગાડેલ હોય તો તે તમામ ઇસ્મોને આવા બોર્ડ તારીખ:૧૦/૦૫/૨૦૨૫ સુધીમાં હટાવી લેવા. જો ત્યારબાદ આવા બિનઅધિકૃત જાહેરાતના બોર્ડ મહાનગરપાલિકાના ધ્યાને આવશે તો બોર્ડ દીઠ વહીવટી ચાર્જ વસૂલાત કરી જાહેરાતના બોર્ડ જપ્ત કરવામાં આવશે