GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબી વાંકાનેર હાઈવે પર સિ.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

MORBI મોરબી વાંકાનેર હાઈવે પર સિ.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમો ઝડપાયા

 

 

મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર નજીક ચામુંડા હોટલ સામે સિ.એન.જી રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઈસમોને ૫૦,૪૦૦ ના મુદ્દામાલ સાથે મોરબી એલસીબી પોલીસે ઝડપી પાડયા છે.


મળતી માહિતી મુજબ મોરબી એલસીબી પોલીસ સ્ટાફને સંયુકતમા ખાનગી રાહે બાતમી મળેલ કે મોરબી વાંકાનેર હાઈવે પર રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી છે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવતા મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર મકનસર નજીક ચામુંડા હોટલ સામે સિ.એન.જી રીક્ષા રજીસ્ટર નંબર -જીજે-૨૪- ડબલ્યુ -૭૫૫૦ વાળીમાથી વિદેશી દારૂની બોટલ નંગ -૩૬ કિં રૂ. ૫૦,૪૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. પ૦૦૦ તથા રીક્ષા કિં રૂ. ૧,૦૦,૦૦૦ મળિ કુલ કિં રૂ. ૧,૫૫,૪૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી ધર્મેન્દ્રભાઇ રૂગનાથભાઈ એરણીયા (ઉ.વ.૩૪) તથા દર્શન ઉર્ફે લાલો કનુભાઈ વરાળીયા (ઉ.વ.૩૦) રહે. બંને શીવપાર્ક શેરી નં -૦૨ પીપળી ગામ તા. મોરબીવાળાને પોલીસે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ માલ આપનાર લાલાભાઈ કાઠી દરબાર નું નામ ખુલતા ત્રણ શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!