
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીજી ના 11 વર્ષ ના સુશાસન ના સફળતા નીમિતે તેમજ 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ ના “એક પેડ માં કે નામ” ના નેજા હેઠળ મદદનીશ વન સંરક્ષક શ્રીમતિ જ્યોતિ જોષી RFO શ્રી રાઠોડ, RFO શ્રી ચેતન પટેલ તથા વાંસદા કેળવણી મંડળ વાંસદા ના પ્રમુખ નટવરલાલ પાંચાલ, વાંસદા સરપંચ ગુલાબભાઈ પટેલ,સહિત વિરલભાઈ વ્યાસ, ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રદયુમનસિંહ સોલંકી, અમરીશભાઈ વાસદીયા ધર્મેન્દ્રસિંહ સોલંકી, પ્રતાપ હાઇસ્કૂલના પ્રિન્સિપાલ પરમાર,ધર્મેશ પુરોહિત, કમલેશ ઉપાધ્યાય, કમલેશ કેવટ, રાહુલ રાણા, હૈન ગામિત સહિત ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહી ગાંધીમેદાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મદદનીશ વન સરંક્ષક શ્રીમતી જ્યોતિ જોશી એ જણાવેલ કે આ વૃક્ષારોપણ ની ગંભીરતાને ધ્યાન લઈ પર્યાવરણ ને હરિયાળું અને વધુ સારું બનાવવા માટે પાયાના સ્થળે કામ કરનારાઑના મૂલ્યવાન યોગદાન નો સ્વીકાર કર્યો છે. આ વિશ્વ પર્યાવરણ દિવસ પર ચાલો આપણે આપના ગ્રહ ને સુરક્ષિત રાખવા અને આપણે જે પડકારો નો સામનો કરી રહ્યા છે તેને દૂર કરવા માટેના આપના પ્રયાશો ને વધુ મજબૂત બનાવીએ. હું આપના પર્યાવરણ ને હરિયાળું અને વધુસારું બનાવવા માટે પાયાના સ્થળે કામ કરતાં તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.



