અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ ના જામગઢ ગામે સરપંચે વિધવા મહિલા પર પિસ્તોલ તાકી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી : 11 શખ્સો સામે પોલીસ ફરીયાદ
મેઘરજ તાલુકાના જામગઢ ગામે સરપંચે એક વિધવા મહિલા સામે પિસ્તોલ તાકીને મહિલા ની જમીનમાં આરોગ્ય કેન્ર્દ બનાવવા જમીન લઇને રહીશુ તેવુ કહીને મહિલાની જમીનમાં ગેરકાયદેસર પ્રવેશ કરી જમીનમાં મકાઇ અને જારના વાવેતર પર જેસીબી મશીન ફેરવી નુકશાન પહોચાડ્યુ હતુ મહિલાએ સરપંચ સહીત 11 શખ્સો વિરૂધ્ધ પોલીસ ફરીયાદ નોધાવી છે
જામગઢ ગામે જશુબેન શંકરભાઈ ડામોર સોજના સમયે પોતાના ઘરે હાજર હતા.તે વખતે ગામના સરપંચ ભાવેશ જીતેન્દ્ર ડામોર મહિલાના ઘરે આવેલ અને કહેવા લાગેલ કે મારે અહીં આરોગ્ય કેન્દ્ર બનાવવાનું છે તો તું જમીન કેમ આપતી નથી જેથી મહિલાએ જણાવેલ કે આ જમીન અમોને ફોરેસ્ટ માંથી મળેલ છે હાલ અમારા પતિ નથી અને આ જમીન ઉપર ખેતી કામ કરી અમારા પરિવારનો ગુજરાન ચલાવીએ છીએ તેવું કહેતા સરપંચ ભાવેશ એકદમ ઉસકીરાઈ જઈને મહિલાને નઠારી ગાળો બોલી અને ગુસ્સામાં આવી તેની કમરમાંથી પિસ્તોલ કાઢી મહિલાના માથાના ભાગે તાકી કહેતો હતો કે આજે તો જમીન લઈને જ રહીશું જો કોઈ બોલીશ તો આ હથિયારથી તને ગોળી મારીને મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી તે દરમિયાન જેસીબી મશીન બોલાવી તેનો ઉપરાણું લઈ અન્ય શખ્સોએ જેસીબી મશીન ગેરકાયદેસર રીતે મહિલાની જમીનમાં પ્રવેશ કરી મકાઈ અને જાનના વાવેતર પર જેસીબી મશીન નથી વાવેતરમાં ફેરવી 15000 નુકસાન કરયુ હતું ભાવેશ કહેતો હતો કે આ જમીન ને ભૂલી જજે નહિતર જીવતી છોડીશ નહીં આ ભાવેશ પાસે પિસ્તોલ હોય અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ હોય જેથી મહિલાએ ઇસરી પોલીસમાં આરોપી સરપંચ ભાવેશ જીતેન્દ્ર ડામોર .જીતેન્દ્ર લક્ષ્મણ ડામોર દલીબેન જીતેન્દ્રભાઈ ડામોર અજય ભરત ડામોર મણીલાલ વલ્લભ ડામોર લક્ષ્મણ ડામોર સુનિલ ભેમાં ડામોર રાકેશ ડામોર ભરત હમજું ડામોર હિરલ ભાવેશ ડામોર શૈલેષ લક્ષ્મણ ડામોર તમામ રહે જામગઢ તાલુકો મેઘરજ જિલ્લો અરવલ્લી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી