
વાત્સલ્યમ સમાચાર,બળવતસિંહ ઠાકોર,વિસનગર
ગત રોજ ડો આર ડી પટેલ તાલુકા હેલ્થ ઓફિસર વિસનગર અને ડો સી જે ભોજક મેડિકલ ઓફિસર પ્રા આ કેન્દ્ર ભાલક ના માર્ગદર્શન હેઠળ શ્રીમતી તારાબેન એમ રાઠોડ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર (FHS Bhalak) નો વય નિવૃત્તિ વિદાય સમારોહ યોજવામાં આવેલ.
ડૉ.સી.જે ભોજક મેડિકલ ઓફિસર અને મેહુલ ભાઈ દરજી દ્રારા સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ
આ ઉપરાંત બદલી થઈ ગયેલ અનસૂયાબેન વણકર CHO હસનપુર અને ઝંખનાબેન પરમાર શુંશીના FHW તેમની પણ સાથે સાથે ભાલક આરોગ્ય વિભાગ માંથી બદલી થવાથી તેમની પણ વિદાય રાખવામાં આવેલ હતી.
આ વિદાય કાર્યક્રમ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભાલકને અનુલક્ષી માં ત્રાસવાડ અંબાજી મંદિર ખાતે રાખવામાં આવ્યો હતો તે વિદાય સમારંભમાં આવેલ આરોગ્ય કેન્દ્ર સાથે જોડાયેલ નાના મોટા આરોગ્ય લક્ષી સેવા આપતા ભાઈઓ અને બહેનો હાજર રહ્યા હતા અને જે વિદાય લઈ રહેલ બહેનો ને ફૂલ છડી અને શાલ ઓઢાડી,ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ પૂર્ણ બાદ ભોજન સમારંભ પણ યોજવામાં આવ્યો હતો.



