GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત પુરી પડાઈ

MORBI:મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ની તાત્કાલિક જરૂરિયાત પુરી પડાઈ

 

 

મોરબી : યુવા શક્તિ ફાઉન્ડેશન કે જે મોરબી જિલ્લાના તમામ હોસ્પિટલ માં સારવાર અર્થે આવતા દર્દીઓની કોઈ પણ સમયે કોઈ પણ બ્લડ ની હેન્ડ ટુ હેન્ડ ડોનેશન ના ધ્યેય સાથે ઈમરજન્સી જરૂરિયાત પુરી પાડવા માટે થઈને ચર્ચા માં રહેતું હોય છે અને અત્યાર સુધીમા હજારો લોકોને જીવનદાન આપી ચૂક્યું છે


ત્યારે મોરબી જીલ્લા ની એકમાત્ર સરકારી હોસ્પિટલ ની બ્લડ બેંક માં બ્લડ ની શોર્ટેજ ઉભી થતા બ્લડ સંચાલકો દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશન નો સંપર્ક કરી મદદરૂપ થવા અપીલ કરવામાં આવી હતી જેને ધ્યાન માં લઈને યુવા શક્તિ ફાઉન્ડેશન ના સભ્યો દ્વારા તાત્કાલિક ધોરણે સરકારી બ્લડ બેંક પહોચી ને 25 થી વધુ બોટલ બ્લડ ની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી હતી જે તકે દર્દીના પરીજનો તથા બ્લડ બેંક સંચાલક દ્વારા યુવા શક્તિ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.મોરબી માં કોઈને પણ કોઈ પણ બ્લડ ની કોઈ પણ સમયે તાત્કાલિક જરૂરિયાત માટે તથા કોઈના જરૂરીયાત સમયે સૌથી શ્રેષ્ઠ દાન એવું રક્તદાન કરવા માટે યુવા શક્તિ ફાઉન્ડેશન ના હેલ્પલાઈન નંબર 93493 93693 પર સંપર્ક કરવા માટે જણાવવામાં આવ્યું છે.

Back to top button
error: Content is protected !!