MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં ચૂંટણીનો ગરમાવો: તાલુકા પંચાયતની ૧૬ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

 

TANKARA:ટંકારામાં ચૂંટણીનો ગરમાવો: તાલુકા પંચાયતની ૧૬ અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટે ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ટંકારા પંથકમાં રાજકીય માહોલ બરાબરનો જામ્યો છે. ટંકારા તાલુકા પંચાયતની ૧૬ બેઠકો અને જિલ્લા પંચાયતની ૩ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ખરાખરીનો જંગ ખેલાવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. હાલની સ્થિતિએ તાલુકા પંચાયતમાં ૬૫ અને જિલ્લા પંચાયતની બેઠકો પર ૧૩ ઉમેદવારો મેદાનમાં છે.

 


​રાજવી પરિવાર અને અપક્ષ ઉમેદવારોએ વધાર્યું તાપમાન
​આ વખતની ચૂંટણીમાં ખાસ કરીને નાના ખીજડીયા બેઠક આકર્ષણનું કેન્દ્ર બની છે, કારણ કે અહીં મોરબી રાજવી પરિવારના ધર્મરાજસિંહ જાડેજા નસીબ અજમાવી રહ્યા છે. બીજી તરફ, જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખે અપક્ષ તરીકે ઝંપલાવતા રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થવાની શક્યતા સેવાઈ રહી છે. હવે સૌની નજર ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પર ટકેલી છે, ત્યારબાદ જ સાચું ચિત્ર સ્પષ્ટ થશે.

બેઠક વાર ઉમેદવારોની યાદી (તાલુકા પંચાયત): – બંગાવડી: હર્ષિદાબેન બોક્ષા, ચેતનાબેન કટારીયા, હંસાબેન પરમાર.છતર: મનુબેન મુંધવા, ઉષાબેન સાકરીયા, વર્ષાબેન વઢુકિયા.હડમતીયા: રાજેશભાઈ બરાસરા, મિલન ખાખરીયા, નિખીલ સીણોજીયા સહિત કુલ ૯ ઉમેદવારો.

હરબટીયાળી: દિવ્યેશ નમેરા, અનિલ દુબરીયા, જયપ્રકાશ સંધાણી, છગનભાઈ કનાણી.​લજાઈ: જગદીશભાઈ સોલંકી, કપિલ મારૂ, પ્રદિપ મારૂ, પંકજકુમાર સોલંકી.
મીતાણા: ભૂમીકા દેવડા, મનુ ગળચર, ગોપાલ બાંભવા.
​નાના ખીજડીયા: કાનજીભાઈ જગોદરા, ભૂપેન્દ્ર ગોધાણી, કાસમ ઉઠમણા, ધર્મરાજસિંહ જાડેજા.
નસીતપર: પુષ્પાબેન ચાવડા, ભારતીબેન રાણવા, પ્રિયંકા ભાંભી, નીમુબેન સારેસા.
નેકનામ: મનસુખભાઈ હાલપરા, પ્રશાંત ચાડણીયા, હેમરાજ દલસાણીયા, હસમુખ જાદવ, ઘનશ્યામસિંહ ઝાલા.
નેશડા (ખા): ગૌરીબેન દેત્રોજા, ચંદ્રિકાબેન દેત્રોજા, નીતાબેન ભાડજા, હર્ષાબેન રૈયાણી.
નેશડા (સુ): શારદાબેન ભીમાણી, આશાબેન ભીમાણી, મંજુલાબેન વિરમગામા, ઉમૈયાબા ઝાલા.
ઓટાળા: પાયેલબેન ઘોડાસરા, સરોજબેન ભાલોડીયા, વર્ષાબેન દેસાઈ, અનિલાબેન ગોસરા.

​રોહીશાળા: ઉર્મિલાબા જાડેજા, અરુણાબેન છત્રોલા, જલ્પાબેન ભાગીયા, મેનાકુમારી ચાવડા, ક્રિષ્નાબા ઝાલા.
​સરાયા: ચંપાબેન સવસાણી, પ્રવિણાબેન સવસાણી, સરોજબેન ઢેઢી, જોશના ચૌહાણ.
​ટોળ: દેવાભાઈ ફાંગલીયા, રસુલ બાદી, ફિરોઝાબેન ગઢવાળા, હુસેનભાઈ બાદી, દુર્વેશઅલી આથકિયા.
​વીરપર: સુલોચનાબેન રાવરિયા, ગીતાબેન દુબરીયા, લલિતાબેન દુબરીયા.

​મોરબી જિલ્લા પંચાયત (ટંકારા વિસ્તારની બેઠકો):
​૧૩-લજાઈ: રમણીકભાઈ મકવાણા, બળવંતભાઈ વોરા, દિપકભાઈ પરમાર, રવિ ચાવડા.
​૧૮-નેકનામ: ગીતાબેન ભોરણીયા, ગીતાબેન દુબરીયા, હીનાબેન ચાડમિયા.
૧૯-ઓટાળા: જાગૃતીબેન વાધરિયા, પરિતાબેન વાધરિયા, આવૃતિબેન બારૈયા, ગીતાબેન કગથરા, નિશાબેન ભાગિયા, ચંદ્રિકાબેન કડીવાર.

​નોંધ: આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની પ્રક્રિયા બાદ જંગ કોની વચ્ચે જામશે તે નક્કી થશે, પરંતુ હાલમાં તો દરેક બેઠક પર રસાકસીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે.

Back to top button
error: Content is protected !!