GUJARAT
શિનોર મુકામે મેમણ સમાજના કબ્રસ્તાન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ફૈઝ ખત્રી...શિનોર સમસ્ત મેમણ જમાત શિનોર દ્વારા દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સોમવાર ના રોજ સવારે 10 કલાકે શિનોર મુકામે આવેલ મેમણ સમાજના કબ્રસ્તાન ખાતે સમસ્ત મેમણ જમાત શિનોરના પ્રમુખ યુનુસભાઈ લકીવાલા દ્વારા વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મેમણ જમાતના પ્રમુખ યુનુસભાઇ લકીવાલા, મંત્રી ફરાન મેમણ,મુનાફ લકીવાલા,યાસીન મેમણ,અમીન મેમણ, અયાન મેમણ સહિત મેમણ જમાતના તમામ સભ્યો હાજર રહી 200 જેટલાં રોપાઓનું સુંદર વાવેતર કરી,વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવી પર્યાવરણ જાગૃતિ માટેનો સંદેશો પાઠવ્યો હતો.