વિજાપુર ડેપો ખાતે નવીન ચાર સરકારી મીડીબસને જનસેવા માટે કાર્યરત કરાઇ પૂર્વ ધારાસભ્ય એ લીલી ઝંડી આપી અંબાજી સુવિધા માટે 30 બસો એક્સ્ટ્રા મુકાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ડેપો ખાતેથી ગુ.રા.મા.વા.વ્ય.નિગમ દ્વારા ફાળવવામાં આવેલ ચાર નવીન (મીડી બસ) સરકારી પાંચ બસોને પૂર્વ ધારાસભ્ય એપીએમસી ચેરમેન કાન્તિ ભાઈ પટેલ ના હસ્તે લીલી ઝંડી આપી અને જનસેવા માટે કાર્યરત કરવા માં આવી હતી. આ સાથે હાલમાં શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાતો હોઈ જગત જનની માં અંબાજી ના દર્શન માટે જતા માઇભક્તો ની સુવિધા માટે 30 એક્સ્ટ્રા બસો નું સંચાલન નો પણ શુભારંભ કરવામાં આવ્યો હતો. અને ડેપો ને ફાળવેલ નવીન ચાર મીડીબસો ને ફરતી કરવામાં આવી હતી. આ પ્રસંગે તાલુકાના પૂર્વ ધારાસભ્ય વર્તમાન એ.પી.એમ.સી.ના ચેરમેન કાંતિભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નીતિનભાઈ પટેલ , જિલ્લા ભાજપ કુષાધ્યક્ષ સુરેશભાઈ પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી પ્રિતેશભાઈ પટેલ ,પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખ રાજુભાઈ પટેલ, તેમજ એસટી નિગમના માન્ય સંગઠન ના કર્મચારીઓ અન્ય મહાનુભાવો તેમજ ડેપો મેનેજર વી.સી. ચૌધરી તેમજ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા.