MORBI:મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય અધિવેશનમાં જવા રવાના
MORBI:મોરબીના અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ રાષ્ટ્રીય અધિવેશનમાં જવા રવાના
રાષ્ટ્ર કે હિત મેં શિક્ષા,શિક્ષા કે હિત મેં શિક્ષક,શિક્ષક કે હિતમે સમાજના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘનું નવમું અખિલ ભારતીય અધિવેશન રાજસ્થાનના જયપુર ખાતે તારીખ પ થી ૭ ઓક્ટોબર દરમ્યાન યોજવાનું હોય આ અધિવેશનમાં સમગ્ર ભારત ભરમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેવાના છે,જે પૈકી ગુજરાતમાંથી તમામ સંવર્ગમાંથી 480 જેટલા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે ત્રી દિવસીય અધિવેશનમાં કાર્યકર્તાઓના શિસ્ત, સમયપાલન કાર્ય પદ્ધતિના આગવા દર્શન થશે, સંગઠનની આગવી ઓળખ ઉભી થશે,ત્રણ દિવસમાં આવનારા સમયની રણનીતિઓ ઘડાશે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦, કાર્યકર્તા નિર્માણ, જવાબદારી સહ કામગીરી કેવી રીતે કરવી?હમારા વિદ્યાલય હમારા તિર્થ કઈ રીતે બનાવવું? રાષ્ટ્રીય મૂલ્યોનું શિક્ષણ, ભારતને પરમ વૈભવ સુધી લઈ જવા માટે શિક્ષણમાં આમુલ પરિવર્તન અંગે ચર્ચા વિચારણા, સમાજ અને શિક્ષકો વચ્ચેના સુમેળભર્યા સંબંધો, વગેરે વિષયો પર તજજ્ઞો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, સમગ્ર દેશમાંથી ચુનિંદા શિક્ષકોને શોધીને વિદ્યાભૂષણ સન્માનથી સન્માનિત કરાશે,આ અધિવેશનમાં ઉપસ્થિત રહેવા માટે મોરબી જિલ્લામાંથી પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી,જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, મંત્રી કિરણભાઈ કાચરોલા, કોષાધ્યક્ષ બળદેવભાઈ મેરજા ઉપાધ્યક્ષ અશોકભાઈ સતાસિયા ઉપાધ્યક્ષ રમેશભાઈ ચાવડા વગેરે કાર્યકર્તાઓ રવાના થયા.