MORBI:મોરબીની આયુષ હોસ્પીટલ દ્વારા હાથનું ચાર વખત ઓપરેશન કરી બેદરકારી દાખવી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત
MORBI:મોરબીની આયુષ હોસ્પીટલ દ્વારા હાથનું ચાર વખત ઓપરેશન કરી બેદરકારી દાખવી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત
ટંકારા તાલુકાના વિરવાવ ગામમાં રહેતા અને છુટક મજુરી કરતા શ્રમીકના એક હાથમાં ફ્રેકચર થયું હોય જેની સારવાર મોરબી આયુષ હોસ્પિટલમાં કરેલ હોય જ્યાં ચાર વખત ઓપરેશન કરવા છતા હાથમાં રીકવરી આવેલ ન હોય જેથી આયુષ હોસ્પિટલના ડોક્ટરોએ બેદરકારી દાખવી હોવાની મુખ્યમંત્રીને રજૂઆત કરી યોગ્ય કરવા કાર્યવાહી કરવા માંગ કરી છે.
ટંકારા તાલુકાના વિરવાવ ગામે રહેતા અને છુટક મજુરી કામ કરતા રબારી નાગજીભાઈ દેવરાજભાઈએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે આજથી એક વર્ષ થયા હું જે જગ્યાએ કામ કરતો હતો તે જગ્યા પડી જવાના કારણે મારા ડાબો હાથમાં કોણી અને ખભા વચ્ચે ફેકચર થયેલ હતું. તેની સારવાર કરવા અમે જે તારીખે અમો મોરબીમાં આવેલ આયુષ હોસ્પીટલમાં સારવાર કરવા આવેલ હતા. જે તે સમયે આયય હોસ્પીટલનાં ડોકટર ધ્વારા મને ઈજા થયેલ હાથની તપાસ કરી મને કહેલ આનુ ઓપરેશન કરવુ પડશે. ત્યારબાદ તારીખ : ૨૪/૦૫/૨૦૨૪ નાં રોજ મારૂ પહેલુ ઓપરેશન થયેલ. ત્યારબાદ મારૂ બીજી ઓપરેશન તારીખ : ૧૦/૦૮/૨૦૨૪ નાં રોજ થયેલ. ત્યારબાદ મારૂ ત્રીજુ ઓપરેશન તારીખ : ૧૨/૦૯/૨૦૨૪ નાં રોજ થયેલ. ત્યારબાદ તારીખ : ૧૪/૧૦/૨૦૨૪ નાં રોજ મારૂ ચોથ ઓપરેશન થયેલ, મારા એક હાથના ચાર ઓપરેશન આયુષ હોસ્પીટલમાં થયેલ છે. છતાં મારા હાથમનાં બેદરકારીના કારણે રીકવરી આવેલ નથી. ત્યાર બાદ તારીખ : ૨૧/૦૩/૨૦૨૫ નાં રોજ હું રાજકોટ એઈમ્સ હોસ્પીટલમાં સારવાર લેવા ગયેલ ત્યાંના ડોકટર ધ્વારા મને જણાવવામાં આવેલ કે તમારા હાથમાં હજુ જોઈટીંગ થયેલ નથી. મારા હાથમાં ચાર ચાર વખત આયુષ હોસ્પીટલ ઘ્વારા ઓપરેશન થયેલ છતાં પરીણામ શુન્ય છે.
આયુપ હોસ્પીટલ દ્વારા ચાર વખત એક હાથમાં ઓપરેશન ડોક્ટરની બેદરકારીના કારણે હાલ હું કામકાજ કરી શકતો નથી, મારા હાથમાં પ્લેટ પણ નાખવામાં આવેલ છે. આયુષ હોસ્પીટલના ડોકટર ધ્વારા બેદરકારીનાકારણે મારૂ જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયેલ. છે. આ આયુષ હોસ્પીટલ સામે કાયદેસરની કાર્યવાહી કરી મને ન્યાય નહી મળે તો મારે ના છુટકે નામદાર કોર્ટનો આશરો લેવાની ફરજ પડશે નાગજીભાઈ એ ચિમકી ઉચ્ચારી..