BHUJGUJARATKHEDA

વડાપ્રધાન ના ભુજ ખાતેના કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં પ્રવેશતા માર્ગોને નો પાર્કિગ ઝોન જાહેર કરાયા.

જિલ્લા મેજિસ્ટ્રેટ કચ્છ દ્વારા જાહેરનામું જારી કરાયું

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-25 મે : વડાપ્રધાન કચ્છ જિલ્લાની મુલાકાત સંદર્ભે ભુજ ખાતે યોજાનાર કાર્યક્રમને અનુલક્ષીને શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૨:૦૦ થી તા.૨૬/૦૫/૨૦૨૫ના કલાક ૨૨:૦૦ વાગ્યા સુધી મિરઝાપર ત્રણ રસ્તાથી, પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તાથી, રિલાયન્સ સર્કલથી, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર સર્કલથી, નળ સર્કલથી શેખરણપીર ત્રણ રસ્તા સુધી તેમજ નળ સર્કલથી છત્રીસ કવાટર્સ ચાર રસ્તાથી ત્રિમંદિરથી પ્રિન્સ રેસિડેન્સી ત્રણ રસ્તા સુધીના રસ્તા/માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરવા અંગેનું જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત રજુ થયેલ છે. જેની વિગતે ટ્રાફિક વ્યવસ્થા તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીના હેતુસર નીચે જણાવ્યા મુજબનો હુકમ કરવો જરૂરી જણાય છે.જિલ્લા મેજિસ્ટ્રેટ આનંદ પટેલ કચ્છ-ભુજ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧)(બી) અન્વયે મને મળેલ અધિકારની રૂએ તા.૨૫/૦૫/૨૦૨૫ના રોજ કલાક ૧૨:૦૦ થી તા.૨૬/૦૫/૨૦૨૫ના કલાક ૨૨:૦૦ વાગ્યા સુધી નીચે અનુસુચિમાં જણાવેલ રસ્તાઓ/માર્ગોને નો-પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે.આ જાહેરનામું સરકારી વાહનો/સરકારી કામે રોકવામાં આવેલ વાહનો. પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ-ભુજના આદેશાનુસાર સક્ષમ અધિકારીઓ દ્વારા અધિકૃત કરેલ વાહનો. એમ્બ્યુલન્સ વાહનો. ફાયર બ્રિગેડના વાહનોને લાગુ પડશે નહી.

Back to top button
error: Content is protected !!