વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
તા.૮/૮/૨૦૨૪, ગુરૂવારના દિવસે ૧૧.૦૦ કલાકથી ૪૦ જેટલા ઇન્ડસ્ટ્રીઝ પ્રતિનિધીઓની ઉપસ્થિતિમાં સ્ટેક હોલ્ડર્સ માટે નેશનલ એજ્યુકેશન પોલિસી -૨૦૨૦ અંગે વિગતવાર સમજુતી અને ચર્ચા વિચારણા માટે એક દિવસીય સેમીનારની સાથે એન.બી.એ અંતર્ગતની એન.ઇ.પી સુસંગત સ્વોટ,વિઝન, મીશન અંગે વેલીડેશનની પ્રક્રીયા પણ પૂર્ણ કરવાનો કાર્યક્રમ સરકારી પોલીટેક્નીક, વલસાડ ખાતે યોજાઇ ગયો.જેમાં ઇન્ડીયન ઇન્સટીટ્યુટ ઑફ કેમીકલ એન્જીનીયર્સ, વાપી મંડળના પદાધિકારીઓ વિષેશ ઉપસ્થિત રહેલ. સદર કાર્યક્રમમાં એન.ઇ.પી ૨૦૨૦માં સમાવિષ્ટ બાબતો અને વિદ્યાર્થીની શૈક્ષણિક કારકીર્દી ઘડતર માટે શૈક્ષણિક સંસ્થા તેમજ ઉદ્યોગ ગૃહ ની અપેક્ષિત ભુમિકા અને ભવિષ્ય માટેની પૂર્વ તૈયારી ના પગલા અંગે સવિસ્તર માહિતી ડૉ. અમિત ધનેશ્વર, ખાતા ના વડા, કેમીકલ દ્વારા આપવામાં આવેલ. શ્રી તરૂણ પટેલ દ્વારા એન.ઇ.પી ૨૦૨૦ના પરીપેક્ષ્યમાં સંસ્થાના એન.બી.એના સ્વોટ, વિઝન, મીશન અંગે વેલીડેશનની પ્રક્રીયા પણ પૂર્ણ કરવામાંઆવી.કાર્યક્રમ દરમ્યાન સંસ્થાના આચાર્યશ્રી શ્રીમતિ રીંકુ આર. શુક્લા દ્વારા જિલ્લાના ૬ અગ્રગણ્ય ઉદ્યોગગૃહ સાથે એમ. ઓ. યુ. કરવામાં આવ્યા હતા. જેનો સંસ્થાના સ્ટાફ અને વિદ્યાર્થીઓને આધુનીક ટેકનોલોજી અને તાલીમ માટે વ્યાપક લાભ પ્રાપ્ત થશે.કાર્યક્રમનું સફળ સંચાલન કેમીકલ વિભાગના પ્રો.મનીષ નસીત અને પ્રો. સેજલ ચૌહાણ એ કરેલ.