GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ શહેર પોલીસ દ્વારા રર ઓગસ્ટે ‘મેગા હેલ્મેટ રેલી’ યોજાશે

તા.૨૧/૮/૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકોની સુરક્ષા અર્થે હેલ્મેટ પહેરવી ફરજિયાત છે. જે અંગે જાગૃતિ ફેલાવવા રાજકોટ શહેર પોલીસ દ્વારા તા. રર ઓગસ્ટના રોજ સવારે ૦૯:૩૦ કલાકે પોલીસ હેડ ક્વાર્ટરથી ‘મેગા હેલ્મેટ રેલી’ યોજાશે.

આગામી તા. ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫થી સમગ્ર રાજકોટ શહેરમાં ટુ વ્હીલર વાહન ચાલકો માટે ફરજિયાત હેલ્મેટ પહેરવા અંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા મેગા ડ્રાઇવ શરૂ થવાની છે, જે અંગે યોજાનારી

આ રેલી પોલીસ હેડ કવાર્ટરથી એન.સી.સી. ચોક, કિસાનપરા ચોક, કોટેચા ચોક, યુનિવર્સિટી રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા ચોકડી, હનુમાન મઢી, આમ્રપાલી અન્ડરબ્રિજ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવન થઈને પોલીસ હેડ કવાર્ટર ખાતે પરત ફરશે. શહેર પોલીસે આ રેલીમાં જોડાવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.

Back to top button
error: Content is protected !!