GUJARATSAYLASURENDRANAGAR

પાંચાળનું ખમીર સાયલા તાલુકાના કસવાળી ગામના બે યુવાનોએ ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ભવ્ય સરઘસ સાથે સન્માન સમારોહ યોજાયો .

પાંચાળ પ્રદેશના સાયલા તાલુકાના નાનકડા ગામ કસવાળી ગામના કોળી સમાજના બે યુવાનોએ ભારતીય સૈન્યમાં તાલીમ પૂર્ણ કરી માદરે વતન ધન્ય ધરામાં આવતા ” વતન કે રખવાલે ” ધજાળા થી કસવાળી ગામ સુધી ભવ્ય સ્વાગત સન્માન રેલીમાં અભૂતપૂર્વ મહેરામણ ઉમટી પડયો હતો અને સામાજિક સમરસતાના દર્શન થયા હતા,કસવાળી ગામના યુવાનોની અથાગ મહેનત પરિશ્રમ કરી ભારતીય સૈન્યમાં સિલેક્ટ થયા હતા,વિર જવાનો સંદીપભાઈ ભાવાભાઈ રંગપરા,પારસભાઈ સુરેશભાઈ ગરાંભડીયાની સ્વાગત રેલીમાં ભારત માતાકી જય અને વંદે માતરમ્ નાં નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું “વતનકે રખવાલે સમારોહનાં” સારથી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ વિર જવાનોને ભારત માતાની છબી આપી હાર પહેરાવી અને છાલ ઓઢાડી અદકેરૂ સન્માન કર્યું હતું તેમજ કસવાળી તાલુકા પંચાયતના સદસ્ય રાજુભાઈ રંગપરાએ બંને જવાનોને શકિતનાં સ્વરૂપ રૂપે તલવારો ભેટ આપી હતી,કાર્યક્રમમા વિર જવાનોને ફૂલડે વધાવવા જોગેશ્વર મહાદેવ મંદિરના મહંત શૈલેન્દ્રગીરીબાપુ,ગરાંભડી ટપ્પા હનુમાનજી મંદિરના મહંત ગોરધન ભગત,કસવાળી રોકડીયા હનુમાનજી જગ્યાના મહંત બાલકદાસ બાપુ, સુરેન્દ્રનગર જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજ પ્રમુખ નાગરભાઈ જીડીયા,મનસુખભાઈ સરવૈયા,રાજુભાઈ રંગપરા, લીંબાભાઇ ડાભી,ધીરુભાઈ ઝાપડિયા ભરતભાઈ આલાણી, કસવાળી ગ્રામ પંચાયત યુવા સરપંચ કેતનભાઇ તાવીયા,જીવરાજભાઈ મીઠાપરા,મેઘાભાઈ ચાવડા,રમેશભાઈ સરવૈયા તેમજ સામાજિક રાજકીય અગ્રણીઓ,વિધાર્થીઓ,સગા સંબંધીઓ અને ગ્રામજનો તેમજ પાંચાળ પ્રદેશમાથી મોટી સંખ્યામાં વિર જવાનોને આવકરવા અને સત્કારવા ઉમટી પડયા હતાં અને કાર્યક્રમને ઉજળો બનાવ્યો હતો આ તકે તમામ સહયોગીઓનો વિનોદભાઈ વાલાણીએ આભાર માન્યો હતો.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા સાયલા

Back to top button
error: Content is protected !!