GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના જાંબુડીયા‌ રોડપર ટ્રકે બાઈક સવાર ને હડફેટે લેતા ઇજાગ્રસ્ત

 

MORBI:મોરબીના જુના જાંબુડીયા‌ રોડપર ટ્રકે બાઈક સવાર ને હડફેટે લેતા ઇજાગ્રસ્ત

 

 

મોરબીના જુના જાંબુડીયાના રસ્તે સેગ્વે સીરામીક કારખાના ના વળાંક પાસે રોડ ઉપર ટ્રકે બાઇકને ઠોકર મારતાં બાઈક સવાર આધેડ નીચે પટકાઈ ટ્રકના વ્હીલ નીચે આવી જતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી આરોપી ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબીના કાલીકાનગરમા રહેતા શિવલાલ વસ્તાભાઈ બોસીયા (ઉ.વ‌.૬૨) એ આરોપી ટ્રક રજીસ્ટર નંબર -આરજે-૦૭-જીડી-૯૯૧૨ ના ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાનુ હોન્ડા સાઈન મોટરસાયકલ રજીસ્ટર નં.GJ- 36-AD-1037 વાળુ લઈને જુના જાબુડીયા રોડ થી કાલીકાનગર તરફ જતા હોય તે દરમ્યાન ટેઈલર ટ્રક રજીસ્ટર નં.RJ- 07 GD -9912 વાળાના ચાલકે પોતાનુ ટેઈલર ટ્રક પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી ફરીયાદીના મોટર સાઈકલ સાથે ટક્કર મારી ફરિયાદીને મોટર સાઈકલ સાથે પાડી દેતા ફરીયાદીનો ડાબો હાથ ટેઈલરના વ્હીલ નિચે આવી જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!