MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ૧૬ પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા
MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ૧૬ પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી બોલેરો પીકઅપ ગાડીમાં ૧૬ પાડાને ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા વિના હેરાફેરી કરનાર ઇસમ અને મુદામાલ ગૌરક્ષકોની ટીમે ઝડપી લીધો હતો મુદામાલ પોલીસ મથકને સોપવામાં આવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી તપાસ ચલાવી છે
મોરબી બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચાએ આરોપી જુણસ મીઠનભાઈ જત રહે નાના સરાડા તા. ભુજ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીએ પોતાની બોલેરો પીકઅપ જીજે ૧૨ બીઝેડ ૬૨૯૬ વાળીમાં ભેંસના પાડા નંગ ૧૬ કીમત રૂ ૮૦,૦૦૦ દોરડા વડે ક્રુરતા પૂર્વક ભરી ઘાસચારો કે પાણીની વ્યવસ્થા રાખ્યા વિના પીપળીયા ચાર રસ્તા પાસેથી મળી આવ્યો હતો મોરબી તાલુકા પોલીસે બોલેરો સહીત કુલ રૂ ૩,૩૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ પશુ ક્રુરતા અધિનિયમ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે