GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ક્રુરતા ભરેલી બોલેરો ઝડપાઈ
MORBI:મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ક્રુરતા ભરેલી બોલેરો ઝડપાઈ
મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીકથી પશુ ભરેલ બોલેરો મળી આવતા મોરબી તાલુકા પોલીસે પશુ ક્રુરતા અંગે સહિતની કલમો મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
મોરબીની સોની બજારમાં રહેતા ચેતનભાઈ ચંદ્રકાંતભાઈ પાટડીયા એ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગુલજારભાઈ હાજીજુસબભાઈ જત ના કહેવાથી આરોપી ઇન્દ્રીશભાઈ ગુલાબીભાઈ જતએ પોતાની બોલેરો કાર જીજે ૧૨ બીઝેડ ૪૩૪૧ વાળીમાં ગેરકાયદેસર રીતે નાના પાડા જીવ નંગ ૧૦ ને ટુકા દોરડા વડે બાંધી ક્રુરતા પૂર્વક એકબીજાને ઉપરા ઉપરી ખોચોખીચ ભરી ધાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના લઇ જતા મળી આવતા બોલેરો અને પાડા સહીત કુલ મુદામાલ કીમત રૂ.૪,૧૫,૦૦૦ સાથે ઇન્દ્રીશને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે