MORBI:મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો.
MORBI:મોરબીના પોકશો કેશના આરોપીનો જામીન પર છુટકારો.
મોરબી તાલુકામાં પોલીસમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં. ૩ ના આરોપી નં.૧ નાને આ કામના ફરીયાદીની સગીર વયની દીકરીને કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી લગ્નની લાલચ આપી જાતીય શોષણ કરવાના ઈરાદે ભગાડી અપહરણ કરવામાં મદદગારી કર્યા અંગેના ગુન્હાની ફરીયાદના આધારે મોરબી સીટી તાલુકા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ- ૧૩૭(૨),૮૭,૬૪(૨)(આઈ) (એમ), ૬૫(૧),૫૪ તથા પોકસો એકટની કલમ-૫(એલ), ૬,૧૭,૧૮ મુજબ આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો નરશીભાઈ દેગામાનાઓની ધરપકડ કરેલ હતી.
જેમાં આરોપી લાલજીભાઈ ઉર્ફે લાલો નરશીભાઈ દેગામાનાએ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ. બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદુ વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોથરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીંઝુવાડીયા, રવી ચાવડા, ક્રિષ્ના જારીયા રોકાયેલા હતા.