MORBI:મોરબીના રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો ટીમ દ્વારા બચાવી લીધા
MORBI:મોરબીના રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો ટીમ દ્વારા બચાવી લીધા
મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી ચોક્કસ માહિતી ગૌરક્ષકોને મળી હતી જેના આધારે વોચ રાખવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને બોલેરો ગાડીને ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 45 જેટલા ઘેટા-બકરા મળી આવ્યા હોય તેને બચાવવામાં આવ્યા હતા અને બોલેરો ગાડી લઈને જઈ રહેલા બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જિલ્લાના જુદા જુદા માર્ગો ઉપરથી અવારનવાર વાહનોમાં ભરીને કતલખાને લઈ જવાતા અબોલ જીવને ગૌરક્ષકો દ્વારા બચાવવામાં આવતા હોય છે તેવી જ રીતે વધુ એક વખત મોરબીની રવિરાજ ચોકડી પાસેથી બોલેરો ગાડીમાં ઘેટા બકરાને ભરીને કતલખાને લઈ જવામાં આવનાર છે તેવી હકીકત ગૌરક્ષોને મળી હતી જેના આધારે પોલીસને સાથે રાખીને ત્યાં વોચ રાખવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબની બોલેરો ગાડી નંબર જીજે બી એક્સ 1959 પસાર થતા તેને રોકીને ચેક કરવામાં આવી હતી અને ત્યારે તે ગાડીમાં 45 જેટલા ઘેટા અને બકરા ભરવામાં આવ્યા હતા અને તે અંગેના કોઈ આધાર પુરાવા વાહનમાં બેઠેલા શખ્સો પાસે ન હતા તેમજ વાહનની અંદર અબોલ જીવ માટે ઘાસચારો કે પાણીની કોઈ વ્યવસ્થા હતી નહીં જેથી કરીને હાલમાં રામજીભાઈ શિવાભાઈ રબારી રહે રવાપર નદી તાલુકો મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હસમશાશાહ બાકરશા શેખ રહે અંજાર અને વાલજીભાઈ સવજીભાઈ વાઘેલા રહે કુબેર ટોકીઝ પાસે શોભેશ્વર રોડ મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંનેને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે..