GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના ત્રાજપર ખારીમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના ત્રાજપર ખારીમા જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

 

મોરબીના ત્રાજપર ખારીમા શેરીમાં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમોને રોકડ રકમ ૧૬,૬૦૦ નાં મુદામાલ સાથે સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી સીટી બી ડિવિઝન પોલીસને સંયુક્ત ખાનગીરાહે મળેલ બાતમીના આધારે મોરબીના ત્રાજપર ખારી રામજી મંદિર વાળી શેરીમાં જાહેરમાં રેઇડ કરી જુગાર રમતા કુલ-૦૫ આરોપીઓ ચંદુભાઈ ગોવિંદભાઇ બારૈયા (ઉ.વ.૪૯) રહે. કુબેર ટોકિઝ ઢાળ પાસે મફતીયાપરા મોરબી, દિનેશભાઇ નાથાભાઈ નગવાડીયા (ઉ.વ.૪૦) રહે. ત્રાજપર ખારી રામજી મંદિરવાળી શેરી મોરબી, વિનોદભાઇ બેચરભાઇ બારૈય (ઉ.વ.૩૯) રહે. કુબેર ટોકિઝ ઢાળ ઉપર મફતીયાપરા મોરબી, રમણીકભાઇ મોતીભાઈ મકવાણા (ઉ.વ.૪૩) રહે રણછોડનગર શેરી નં.૧ મોરબી, સોમાભાઇ કાળાભાઇ બારૈયા (ઉ.વ.૬૫) રહે. કુબેર ઢાળ ઉપર મફતીયાપરા મોરબીવાળાને રોકડા રૂ.૧૬,૬૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા ૧૨ મુજબ ગુન્હો દાખલ કરેલ છે.

Back to top button
error: Content is protected !!