GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના તબિબને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનું બેસ્ટ એકેડેમિક એવોર્ડ

 

MORBI:મોરબીના તબિબને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનું બેસ્ટ એકેડેમિક એવોર્ડ

 

ઈન્ડીયન મેડિકલ એસોશિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષા નો બેસ્ટ એકેડેમિક એવોર્ડ મેળવતા મોરબી ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ ના તબિબ ડો.હિતેશ પટેલ

IMA-નેશનલ બ્રાંચ નો બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર ગુજરાત માંથી મેળવનાર સૌપ્રથમ તબિબ મોરબી ના ડો.હિતેશ પટેલ.

ઈન્ડીયન મેડિકલ એશોસિયેશન-નેશનલ બ્રાંચ દ્વારા પ્રતિવર્ષ ડોક્ટર્સ ડે નિમિતે સમગ્ર દેશ માંથી કુલ ૫ તબિબોને બેસ્ટ એકેડેમિક એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ એવોર્ડ આજદીન સુધી સમગ્ર ગુજરાત માંથી કોઈ પ્રાપ્ત કરી શક્યુ ન હતું ત્યારે પ્રવર્તમાન વર્ષે સમગ્ર ભારત માંથી કુલ ૫ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં પ્રથમ એવોર્ડ મોરબી ની ઓમ કાન-નાક-ગળા ની હોસ્પીટલ ના તબિબ ડો.હિતેશ પટેલ ને એનાયત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત માંથી આ એવોર્ડ મેળવનાર સૌપ્રથમ તબિબ તરીકેનું બિરૂદ મોરબી ના ડો.હિતેશ પટેલે મેળવી મોરબી તેમજ સમગ્ર ગુજરાત ને ગૌરવ અપાવ્યુ છે. સમગ્ર ભારત માંથી ૧૭૦ તબિબો ની પસંદગી IMA-નેશનલ બ્રાંચ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કાર્યકાળ દરમિયાન વિવિધ કોન્ફોરન્સ માં ફેકલ્ટી તરીકે પસંદગી, રીસર્ચ પેપર નુ પ્રેસેન્ટેશન સહીતની બાબતો ના માપદંડો ને આધારે આ એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો હતો ત્યારે મોરબી ના ડો.હિતેશ પટેલ કુલ ૪૫ જેટલી રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કોન્ફોરન્સ માં ફેકલ્ટી તરીકે જોડાયા છે તેમજ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાની ૧૨૦ જેટલી કોન્ફોરન્સ માં ભાગ લીધેલ છે. તેમને તબિબી ક્ષેત્રો વિવિધ સંશોધનો માં તેમનો સિંહફાળો અર્પણ કર્યો છે. તબિબી ક્ષેત્રે તેમની શ્રેષ્ઠતા તેમજ યોગદાન બદલ તેમને IMA-નેશનલ બ્રાંચ દ્વારા રાષ્ટ્રીય કક્ષા નો બેસ્ટ પાંચ માંથી પ્રથમ બેસ્ટ એકેડેમિક એવોર્ડ સમગ્ર દેશ ના વરિષ્ઠ તેમજ નિષ્ણાંત તબિબો ની હાજરી માં એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાત તેમજ મોરબી ને ગૌરવ અપાવવા બદલ ડો.હિતેશ પટેલ પર મોરબી IMA ના તબિબો, તેમના સગાં-સંબંધીઓ, મિત્ર વર્તુળ, સ્નેહીજનો તરફથી ચોમેરથી શુભચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે.


અત્રે ઉલ્લેખનીય છે કે તબિબી સેવા ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃતિઓ સાથે જોડાયેલ મોરબી ના ડો.હિતેશ પટેલ આગામી ઓક્ટોબર-નવેમ્બર માસ માં ઈજીપ્ત દેશ ની રાષ્ટ્રીય કોન્ફોરન્સ માં ફેકલ્ટી તરીકે જોડાશે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે સમગ્ર વિશ્વ માં ડંકો વગાડનાર મોરબી તબિબી ક્ષેત્રે પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યુ છે તેવું તેમણે પુરવાર કર્યુ છે.

Back to top button
error: Content is protected !!