MORBI:મોરબીના વીસીપરામાં થયેલ મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો

MORBI:મોરબીના વીસીપરામાં થયેલ મારામારી કેશના આરોપીઓનો જામીન પર છુટકારો
મોરબી બી ડીવી પોલીસ સ્ટેશનમાં ફરીયાદીશ્રીએ એવી ફરીયાદ કરેલ કે આ કામના આરોપી નં.૧ ને ધર સામે ન બેસવા ઠપકો આપેલ હોય અને આ કામના ફરીયનદી આ કામના આરોપીના ધર પાસે બનાવના સમયે બનાવવાળી જગ્યાએ જતા આ કામના આરોપી નં.૧ નાએ કુહાડી વતી ફરી. ને ડાબી આંખની નેણ ઉપર ગાલ ઉપર ઈજા પહોચાડી તથા ફરી.ના દીકરા રાયધનને લોખંડનો પાઈપ વાંસામાં મારી મુંઢ ઈજા પહોંચાડી તેમજ આરોપી નં.૨ નાએ લોખંડના પાઈપવતી ફરી.ને માથાના ભાગે ડાબી બાજુ તેમજ ડાબા હાથે મુંઢ ઈજા પહોચાડી તેમજ આરોપી નં.૩ નાએ સાહેદ રાયધનને તલવાર વતી માથાના ભાગે ઈજા પહોચાડી તેમજ માથાના ભાગે હેમરેજની મુંઢ ઈજા પહોંચાડી તેમજ લાકડાના ધોંકા વતી ડાબા પગે મુંઢ ઈજા પહોચાડી તેમજ આરોપી નં.૪ નાએ સાહેદ નઝમાબેન ઉમરભાઈ જામને કુહાડી વતી ડાબા હાથે તથા વાંસામાં ઈજા પહોચાડી તેમજ સાહેદ અમીનાબેનને કુહાડી વતી કાનના ભાગે તથા માથાના ભાગે તથા હાથે ઈજા પહોચાડી આ કામના આરોપીઓએ ગુનામાં એકબીજાને મદદગારી કરી ગુન્હો કર્યા હોવાની ફરીયાદના આધારે મોરબી સીટી બી ડીવી. પોલીસે બી.એન.એસ એકટની કલમ- ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૧૫, ૫૪ તથા જી.પી. એકટની કલમ-૧૩૫ મુજબનો ગુનો નોંધી આરોપીઓ (૧) જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૨) વીજય ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૩) મહેશ ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૪) બાબુ ગોવીંદભાઈ રાવા(ભરવાડ) નાઓની ધરપકડ કરેલ હતી.
જેમા આરોપીઓ (૧) જીજ્ઞેશ ઉર્ફે કાનો ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૨) વીજય ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૩) મહેશ ગોવીંદભાઈ રાવા(ભરવાડ) (૪) બાબુ ગોવીંદભાઈ રાવા(ભરવાડ) એ મોરબીના સીનીયર એડવોકેટશ્રી દીલીપભાઈ અગેચાણીયા મારફત નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જામીન મેળવવા અરજી કરેલ. આરોપી તરફે એડવોકેટ મારફત ધારદાર કાયદાકીય દલીલ કરેલ અને નાદાર સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટ રજુ રાખેલ.
બન્ને પક્ષકારોની દલીલના અંતે નામ. કોર્ટે આરોપી પક્ષના એડવોકેટની દલીલ માન્ય રાખી અને નામદાર સુપ્રીમ કોર્ટ નુ જજમેન્ટ સંજયચંદ્ર વિ. સી.બી.આઈ ને ધ્યાને લઈ આરોપીઓને શરતી જામીન પર મુકત કરતો હુકમ કરેલ. આ કામમાં આરોપી તરફે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટશ્રી સાવન ડી. મોઘરીયા, મોરબી જીલ્લાના પ્રખ્યાત સીનીયર ધારાશાસ્ત્રી શ્રી દીલીપભાઈ અગેચાણીયા, જીતેન ડી. અગેચાણીયા, કુલદીપ ઝીઝુવાડીયા, રવી ચાવડા, આરતી પંચાસરા, ક્રિષ્ના જારીયા, મહેશ્વરી મકવાણા, શાલીની જેઠલોજા રોકાયેલા હતા.







