રાજ્યમાં ફરી કમોસમી વરસાદ થવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યના વિવિધ વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. રાજ્યમાં શીત લહેર પણ સામાન્યથી વધુ રહેવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. ઉત્તર પૂર્વથી પૂર્વ તરફ પવન ફૂંકાતા શીત લહેર થવાની શક્યતા છે.
ગુજરાત રાજ્યમાં ફરીથી ઠંડીનો ચમકારો વધ્યો છે. બંગાળની ખાડી તરફથી આવતા ભેજવાળા પવન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગે ત્રણ દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને કરા પડવાની આગાહી કરી છે. આ સાથે ગરમી વધવાની પણ આગાહી કરી છે.
ગુજરાતમાં કમોસમી વરસાદ અંગે વધુ એક આગાહી અંબાલાલે કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે. એ સમયે ઠંડીનો પારો ગગડશે. જાન્યુઆરી માસમાં હવામાનમાં ભારે પલટો આવશે. 1થી 4 જાન્યુઆરી દરમિયાન પશ્ચિમ હિમાલયના વિસ્તારમાં હળવાથી છૂટાછવાયા વરસાદની આગાહી છે. આગામી 4થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડી શકે છે.