GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણ વિધાનસભાના નાયબ મુખ્ય દંડકના વરદહસ્તે વઢવાણ વોર્ડ નં ૧૩માં સી.સી. રોડનું ખાતમુહૂર્ત

તા.21/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના વરદહસ્તે વઢવાણ શહેરના વોર્ડ નંબર ૧૩ માં ભુવાની વાડી પાસેની કોમન પ્લોટ વાળી શેરીમાં સી.સી. રોડના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પ્રજાલક્ષી કાર્યો અને વિકાસ માટે સરકાર કટિબદ્ધતા સાથે કાર્ય કરી છે ત્યારે આ સી.સી. રોડના નિર્માણથી સ્થાનિક લોકોની સુવિધાઓમાં વધારો થશે સી.સી. રોડ બનવાથી સ્થાનિક રહીશોને અવરજવરમાં પડતી મુશ્કેલીઓ દૂર થશે અને વાહનવ્યવહાર વધુ સુગમ બનશે આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ, કાર્યકરો અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!