MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી’યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ

MORBI:મોરબી’યુ બર્ન કેલરીસ’; જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે લગાવાયા જાગૃતિ સંદેશ

 

 

 

સરકારી અધિકારી કર્મચારીઓ તથા મુલાકાતીઓને સ્વસ્થ જીવનશૈલી માટે નૂતન પ્રયાસ

સરકારીશ્રીના ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત લોકોને તંદુરસ્તી માટે જાગૃત કરવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે મોરબી જિલ્લા સેવાસદનમાં સરકારી અધિકારી/કર્મચારીઓ પણ સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી માટે જાગૃત બને તેવા હેતુથી જિલ્લા સેવાસદનની સીડીઓ અને લિફ્ટ પાસે ‘યુ બર્ન કેલેરીસ’ના સંદેશાઓ લગાવવામાં આવ્યા છે.

આજના સમયમાં બેઠાડું જીવન અને અસ્તવ્યસ્ત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડવા લાગ્યું છે. સરકારી કચેરીઓમાં પણ મહદઅંશે બેઠાડું જીવન અને તણાવના કારણે બ્લડપ્રેશર, ડાયાબિટીસ સહિતની બીમારીઓ સર્વ સામાન્ય બની છે. ત્યારે સરકારી અધિકારી/કર્મચારીઓની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી મેદસ્વિતા અભિયાન અંગે જાગૃત કરવા જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જિલ્લા સેવા સદનમાં નૂતન પહેલ કરવામાં આવી છે. આ પહેલ અન્વયે જિલ્લા સેવા સદનની સીડીઓ અને લિફ્ટ પાસે જાગૃતિ માટેના સંદેશાઓ મૂકવામાં આવ્યા છે.

આ સંદેશાઓ થકી અધિકારી/કર્મચારીઓ ઉપરાંત સેવાસદનમાં આવતા મુલાકાતિઓ પણ જાગૃત બની સીડીઓનો ઉપયોગ કરી શારીરિક કસરત કરે તેવા ઉદ્દેશ્ય સાથે આ પહેલ કરવામાં આવી છે. ઉપરાંત સીડીઓના ઉપયોગથી લિફ્ટનો ઉપયોગ ઘટે છે જેથી વીજ બચત પણ કરી શકાય છે. જેથી સેવાસદનમાં વધુને વધુ સીડીનો ઉપયોગ કરવા અધિકારી/કર્મચારીઓ તથા મુલાકાતઓને જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!