MORBI મોરબીમાં શોકનું મોજું: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન

MORBI મોરબીમાં શોકનું મોજું: જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું હાર્ટ એટેકથી નિધન
મોરબી: મોરબી જિલ્લા કોંગ્રેસના કર્મઠ અને લડાયક નેતા તેમજ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાનું ગત રાત્રિના સમયે હાર્ટ એટેક આવતા આકસ્મિક નિધન થયું છે. તેમના નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા મોરબીના રાજકીય અને સામાજિક વર્તુળમાં ભારે શોક વ્યાપી ગયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કિશોરભાઈ ચીખલીયા હાઉસિંગ બોર્ડ વિસ્તારથી મહેન્દ્રનગર ખાતે આવેલ વોર્ડ નંબર 4 માં એક સ્થાનિક આગેવાનને મળવા માટે ગયા હતા. ત્યાં બેઠક દરમિયાન જ તેમને અચાનક મેજર હાર્ટ એટેક આવ્યો હતો. તેમને તાત્કાલિક સારવાર અર્થે ‘સમર્પણ હોસ્પિટલ’ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.કિશોરભાઈએ અગાઉથી જ ચક્ષુદાન કરવાનો સંકલ્પ કરેલો હોવાથી, તેમની અંતિમ ઈચ્છા મુજબ તેમના પાર્થિવ દેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ સમાચાર મળતા જ સિવિલ હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, હોદ્દેદારો અને શુભેચ્છકો ઉમટી પડ્યા હતા. કિશોરભાઈ તેમના મિલનસાર અને સરળ સ્વભાવ માટે જાણીતા હતા. પક્ષના સંગઠનમાં તેમનું મોટું પ્રદાન હતું અને તેઓ જનતાના પ્રશ્નો માટે હરહંમેશ લડત આપતા નેતા તરીકે ઓળખાતા હતા.તેમના આકસ્મિક નિધનથી ચીખલીયા પરિવાર અને કોંગ્રેસ પરિવારમાં ઘેરો શોક જોવા મળી રહ્યો છે.









