MORBI:શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
MORBI:શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા વર્ષ ૨૦૨૫-‘૨૬ નાં નવા હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી.
શ્રી પરશુરામ યુવા ગ્રુપ મોરબી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં સર્વાનુમતે પ્રમુખ પદે ઉદયભાઈ જોષી તથા મહામંત્રી પદે વિશ્વાસભાઈ જોષી, હર્ષભાઈ વ્યાસ અને વિજયભાઈ રાવલનાં નામની ઘોષણા કરવામાં આવી હતી. ત્યારે હવે વર્તમાન પ્રમુખ, મહામંત્રી દ્વારા ઉપપ્રમુખ, સહમંત્રી સહિતના હોદ્દેદારોનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.
જેમાં ઉપપ્રમુખ પદે કૌશલભાઈ મહેતા, ધર્મભાઈ રાવલ, યાજ્ઞિકભાઈ ગામોટ, રાકેશભાઈ પંડ્યા, ભાર્ગવભાઈ આર. દવે અને હર્ષભાઈ જાની, સહમંત્રી પદે પ્રશાંકભાઈ જાની, નિરવભાઈ જાની, જીગરભાઈ દવે, દિપભાઈ પંડ્યા અને યજ્ઞેશભાઈ રાવલ તથા સંયોજક તરીકે નયનભાઈ પંડ્યા, સોશ્યલ મિડિયા ઈન્ચાર્જ તરીકે ભાર્ગવભાઈ શુક્લ અને લિગલ એડવાઈઝર તરીકે મહિધરભાઈ દવે અને ખજાનચી તરીકે હાર્દિકભાઈ ભટ્ટની નિમણુંક કરવામાં આવેલ છે. જે પરશુરામ યુવા ગ્રુપ મોરબીનાં પ્રમુખ, મહામંત્રી ની યાદીમાં જણાવાયું છે.