GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO
Rajkot: ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગ સ્પર્ધા યોજાઈ

તા.૮/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત હાલમાં વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાઈ રહી છે.જે અન્વયે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાની આર્ટિસ્ટિક સ્કેટિંગની રમતમાં ભાઈઓ અને બહેનોની સ્પર્ધા યોજાઈ હતી.
આ સ્પર્ધામાં અંડર ૧૪ સોલો ડાન્સ તેમજ ફ્રી સ્ટાઈલમાં ભાઈઓમાં સાંદિપની શાળાના વીર પઢિયાર, વંશ પઢિયાર, વીર વાધવાણી અને પિનાક ગોંડલીયા તેમજ બહેનોમા વેસ્ટ વુડ શાળાની ધ્રેયા ભારડીયા અને નિર્મલા સ્કુલની હિત્ કણઝારીયા, હિરવા કણઝારીયા તેમજ મેહા માત્રાવડીયા પસંદગી પામ્યા હતા. બાળકોએ સ્પર્ધા દરમ્યાન સ્કેટિંગ પર અવનવા સ્ટેપ કરી સૌને મોહિત કર્યા હતા.






