GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ કરવા માટે ગૌશાળા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કામને મંજુરી આપવામાં આવી

 

MORBI:મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ કરવા માટે ગૌશાળા ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા કામને મંજુરી આપવામાં આવી

 

 

મોરબી મહાનગરપાલિકા હદ વિસ્તારમાં પીવાના પાણીનું વિતરણ કરવા માટે ગૌશાળા (લીલાપર રોડ) ખાતે ૧૦.૫ MLC વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાના કામને મંજુરી આપવામાં આવી છે

ગુજરાત સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને તા. ૦૧-૦૧-૨૫ ના રોજ મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે મોરબી શહેરના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિકલ્પો અમલમાં મુકવામાં આવી રહય છે શહેરમાં પાણી પુરવઠો, ડ્રેનેજ, માર્ગ સુધારણા, સફાઈ, ટ્રાફિક મેનેજમેન્ટ, બાગ બગીચા જેવી સુવિધાઓમાં સુધારો લાવવા માટે મોરબી મહાનગરપાલિકા દ્વારા નવા પ્રોજેક્ટ બહાર પાડવામાં આવી રહ્યા છે

તે અંતર્ગત મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટ જેનું નિર્માણ ૧૯૭૧ માં થયું હતું જે આજદિન સુધી કાર્યરત હોય પરંતુ બિલ્ડીંગ બાંધકામ તંત્રની દ્રષ્ટિએ ઘણી જર્જરિત હાલતમાં છે આ બાબતને ધ્યાને રાખતા મોરબી મહાનગરપાલિકા દ્વારા ગૌશાળા હેડ વર્કસ ખાતે આવેલ ૧૦.૫ MLD ક્ષમતા ધરાવતા જુના પાણી શુદ્ધિકરણ પ્લાન્ટ WTP (વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) વિગતવાર સર્વે કરાવી DPR તૈયાર કરાવેલ અને DPR ને સરકારમાં મોકલી આપેલ જે અંતર્ગત ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડ) ૧૦.૫ MLD WTP રકમ રૂ ૪.૯૪ કરોડની મંજુરી આપવામાં આવી છે હવે અગામી સમયમાં ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરી કામ શરુ કરાવવામાં આવશે જેમાં આધુનિક તકનીકી આધારિત ફિલ્ટર હાઉસ, પંપ હાઉસ, HT અને LT રૂમનું નિર્માણ કરવામાં આવશે

Back to top button
error: Content is protected !!