GUJARAT

નર્મદા : ટેલિકોમ સેવાઓ પુરી પાડતી કંપનીના પ્રતિનિધિઓ સાથે તંત્રની બેઠક

નર્મદા : ટેલિકોમ સેવાઓ પુરી પાડતી કંપનીના પ્રતિનિધિઓ સાથે તંત્રની બેઠક

 

આપત્તિના સંજોગોમાં ટેલિફોન નેટવર્ક ખોરવાય તો તેવા સંજોગોમાં ત્વરિત રિસ્ટોરેશન અને ઈમરજન્સી પ્લાન તૈયાર રાખવા પર ભાર મૂકતા નિવાસી અધિક કલેક્ટર

 

રાજપીપલા : જુનેદ ખત્રી

 

દેશ અને રાજ્યમાં હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નર્મદા જિલ્લામાં ભવિષ્યમાં કોઈ આકસ્મિક પરિસ્થિતિનું નિર્માણ થાય તેવા સમયે તાત્કાલિક હાથ ધરવાની થતી કામગીરી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂં આયોજન- કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ટેલિકોમ સેવાઓ પુરી પાડતી કંપનીઓ દ્વારા કરવાની થતી વૈકલ્પિક વ્યવસ્થા તેમજ પૂર્વ તૈયારી અંગે આજે તા.૧૦ મે, શનિવારના રોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વિવિધ ટેલિકોમ કંપનીના મેનેજર-પ્રતિનિધિઓ સાથે નિવાસી અધિક કલેક્ટ સી.કે.ઉંધાડની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી.

આ બેઠકને સંબોધતા નિવાસી અધિક કલેક્ટર સી.કે.ઉંધાડએ જણાવ્યું કે, જિલ્લામાં આકસ્મિક પરિસ્થિતિ સંજોગોનું નિર્માણ થાય તેવા સંજોગોમાં નાગરિકો સુધી ઝડપથી કોમ્યુનિકેશન માધ્યમથી પહોંચવા માટે એકમાત્ર રસ્તો મોબાઈલ નેટવર્ક છે. આ નેટવર્કને ૨૪X૭ કલાક કાર્યરત રાખવા માટે જરૂરી તમામ સાવચેતી, તમામ કંપનીઓએ પોતાનો ઈમરજન્સી પ્લાન તૈયાર કરી વહીવટી તંત્રને ઝડપી સબમીટ કરે, જિલ્લામાં આવેલા મોબાઈલ ટાવરો અને મહત્વના પોઈટનું મેપિંગ થાય, સેલ્ફ બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ એક્ટિવેટ કરવા માટેની તૈયારીઓ, આરોગ્ય સેવાઓ અને બચાવ દળોના આકસ્મિત સંજોગોમાં સંપર્ક કરવા માટેની અલાયદી વ્યવસ્થા, જિલ્લા કક્ષાના આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રમાં વધારાની ટેલિફોન લાઈન, જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં ટેલિફોન લાઈનો ચકાસી લેવી, કોઈપણ સંજોગોમાં નેટવર્ક ઈસ્યુ આવે તો તેને રિસ્ટોર કરવા માટેની તમામ સાધન સામગ્રી, ડી.જી.સેટ માટે ડિઝલની પુરતી માત્રામાં જથ્થો ઉપલબ્ધ રાખવા ઉપર નિવાસી અધિક કલેક્ટરએ ભાર મૂક્યો હતો.

 

બેઠક દરમિયાન સંકટના સમયે મોબાઈલ અને ઈન્ટરનેટ સેવાઓ અવિરત ચાલુ રહે તે માટે વિશેષ આયોજન કરવાનું રહેશે. નેટવર્ક સંપૂર્ણપણે ઠપ્પ થાય તેવી સ્થિતિમાં સેટેલાઈટ ફોન કે વિમાન રેડિયો જેવા વિકલ્પો, અગ્રતા આધારિત સંચાર વ્યવસ્થા, ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં લોકો સુધી એસએમએસ અથવા અવાજ દ્વારા સરળતાથી સૂચનાઓ-સંદેશાઓ પહોંચાડી શકાય, લોકેશન આધારિત ચેતવણી, નેટવર્ક પુરી પાડતી તમામ કંપનીઓ પોતાની પુનઃ સ્થાપન યોજના સાથે જિલ્લામાં ટેકનિકલ ટીમ સ્ટેન્ડબાય રાખી તુરંત કાર્યવાહી માટે જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલનમાં રહેવું તથા સાઈબર હુમલાથી બચવા માટે ટેલિકોમ નેટવર્ક પર સતત નજર રાખવી અને ખોટી માહિતી અથવા ગેરફાયદા પહોંચાડતી ગતિવિધિઓ અટકાવવા ઉપર વિશેષ ચર્ચા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!