MORBI: બાકી વેરો ભરપાઈ ન કરનાર બાકીદારો સામે મોરબી મહાનગરપાલિકાની લાલ આંખ; 88 મિલકતો સીલ અને 634ને વોરંટ ઈસ્યુ

MORBI: બાકી વેરો ભરપાઈ ન કરનાર બાકીદારો સામે મોરબી મહાનગરપાલિકાની લાલ આંખ; 88 મિલકતો સીલ અને 634ને વોરંટ ઈસ્યુ
મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2025-26ના બાકી ટેક્સની વસૂલાત માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મિલકતવેરા શાખા દ્વારા ટેક્સ ન ભરનારા આસામીઓ સામે સીલિંગ અને નળ કનેક્શન કાપવાની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.
અત્યાર સુધીમાં કુલ 634 બાકીદારોને વોરંટ ઈસ્યુ કરવામાં આવ્યા છે.સીલિંગ કામગીરી: કુલ 88 મિલકતો સીલ કરવામાં આવી હતી, જેમાંથી 24 આસામીઓએ ત્વરિત વેરો ભરપાઈ કરતા તેમના સીલ ખોલવામાં આવ્યા છે. હાલ 64 મિલકતો સીલ અવસ્થામાં છે.નળ કનેક્શન કપાત: રહેણાંક મિલકતનો વેરો બાકી હોય તેવા 2 આસામીઓના નળ કનેક્શન કાપી નાખવામાં આવ્યા છે.આવકની વિગત: આ ઝુંબેશ દરમિયાન શહેર વિસ્તારમાંથી ₹26.54 કરોડ અને અન્ય ક્લસ્ટર/ગ્રામ્ય વિસ્તારોમાંથી ₹2.53 કરોડની આવક થઈ છે
જે રહેણાંક મિલકતોનો વેરો ₹10,000 થી વધુ બાકી હશે, તેમને રૂબરૂ કે મોબાઈલ દ્વારા વોરંટ આપ્યા બાદ જો વેરો નહીં ભરાય, તો તેમના નળ અને ડ્રેનેજ કનેક્શન તાત્કાલિક કાપી નાખવામાં આવશે.
સમયમર્યાદા: તા. 31-03-2026 સુધી દર શનિવારે પણ વેરો સ્વીકારવામાં આવશે.વ્યાજ: નિયત સમયમાં વેરો ન ભરનાર પર 18% વ્યાજ વસૂલવામાં આવશે.ઓફલાઈન સુવિધા: મુખ્ય કચેરી (સવારે 10:30 થી 5:00) અને નીચે મુજબની 10 ક્લસ્ટર ઓફિસોમાં (સવારે 10:30 થી 4:00) વેરો ભરી શકાશે:નાની વાવડી, અમરેલી, મહેન્દ્રનગર, ભડીયાદ, ત્રાજપર, ગ્રીન ચોક લાઈબ્રેરી, વિશ્વકર્મા બાલમંદિર (વાંકાનેર દરવાજા), શનાળા, રવાપર અને લીલાપર ગ્રામ પંચાયત કચેરીઓ.ઓનલાઈન સુવિધા: * વેબસાઈટ https://mmcgujarat.in/મોબાઈલ એપ: Play Store પરથી ‘Morbi Municipal Corporation’ એપ ડાઉનલોડ કરી પ્રોપર્ટી ટેક્સ અને વ્યવસાય વેરો ભરી શકાશે.POS મશીન: મહાનગરપાલિકાના રૂમ નં. 9 માં કાર્ડ દ્વારા પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ છે.
મોરબી મહાનગરપાલિકા તમામ મિલકતધારકોને અપીલ કરે છે કે વ્યાજ અને કનેક્શન કપાત જેવી કડક કાર્યવાહીથી બચવા માટે વહેલી તકે પોતાનો વેરો ભરપાઈ કરી શહેરના વિકાસમાં સહયોગ આપે.









